પોરબંદર, 13 જૂન (હિ.સ.): પોરબંદર સરકારી ભાવસિંહજી હોસ્પિટલમા દારુડીયાનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે આજે શુક્રવારે વધુ બે દારુડીયાને પકડી પોલીસને સોંપવામા આવ્યા છે પોરબંદર પોલીસ દારુડીયાને પકડી રીક્ષા મારફત કમલાબાગ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને પ્રોહીબીશન હેઠળ કાર્યવાહી શરૂ કરી રહી છે પરંતુ પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં લુખ્ખાઓનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે.
અગાઉ હોસ્પિટલમાં ડોક્ટરો ઉપર હુમલાના બનાવો, કાચની તોડફો, સ્ટાફને ગારાગાળી તેમજ વારંવાર મોબાઇલ ચોરીના બનાવો બની ગયા છે. છતાં હજુ ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં કાયમી પોલીસ સ્ટાફ મુકવો જરુરી બની ગયો છે. સિક્યુરીટી ગાર્ડ તેની જવાબદારી નિભાવે છે, પરંતુ લુખ્ખાઓને પાઠ ભણવવા પોલીસી સ્ટફાની કાયમી ડયુટી મુકવી જરૂરી બની ગઈ છે .
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya