રાણાવાવ ખાતે વરલી મટકાનો જુગાર રમી રહેલ બે શખ્સો ઝડપાયા
પોરબંદર, 13 જૂન (હિ.સ.) : રાણાવાવ શહેરમાં એક દુકાનમાં વરલી મટકાનો જુગાર રમી રહેલ 2 શખ્સોને 54 હજારથી વધુને મુદામાલ સાથે રાણાવાવ પોલીસે ઝડપી પડ્યા હતા. પોરબંદર જિલ્લામાં વરલી મટકાના જુગારના દુષણને ડામવા પોલીસે શકનજો કશયો છે. ત્યારે રાણાવાવ શહેરમાં એ
રાણાવાવ ખાતે વરલી મટકાનો જુગાર રમી રહેલ બે શખ્સો ઝડપાયા.


પોરબંદર, 13 જૂન (હિ.સ.) : રાણાવાવ શહેરમાં એક દુકાનમાં વરલી મટકાનો જુગાર રમી રહેલ 2 શખ્સોને 54 હજારથી વધુને મુદામાલ સાથે રાણાવાવ પોલીસે ઝડપી પડ્યા હતા.

પોરબંદર જિલ્લામાં વરલી મટકાના જુગારના દુષણને ડામવા પોલીસે શકનજો કશયો છે. ત્યારે રાણાવાવ શહેરમાં એસ.ટી.બસ સ્ટેશન સામે ઇકબાલ કાસમભાઈ સમાં નામના શખ્સની દુકાનમાં વરલી મટકાનો જુગાર રમાતો હોવાની બાતમી રાણાવાવ પોલીસને મળતા પોલીસે દુકાનમાં રેડ કરતા પોલીસે દુકાન માલિક ઇકબાલ કાસમભાઈ સમા, ઇમરાન સતારભાઈ મીઠવાણી ને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી વરલી મટકાનું સાહિત્ય બે મોબાઈલ તથા રોકડ રકમ રૂ.44620 મળી કુલ 54620 નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ સાથે કમિશનથી જુગાર રમી રહેલ આદિત્યાણા ગામના પ્રીયાંશ ઉર્ફે પિયુ નીતિનભાઈ ભટ્ટની શોધખોળ હાથ ધરી છે. પોલીસે ત્રણેય શખ્સો સામે ફરિયાફ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande