પાટણ, 13 જૂન (હિ.સ.) : સાંતલપુર તાલુકાના પીપરાળા ગામની એક યુવતીને છેલ્લા કેટલાક સમયથી અજાણ્યા મોબાઇલ નંબર પરથી હેરાન કરવાની ઘટનાઓ થઈ રહી છે. યુવતીને બીભત્સ મેસેજ તથા વોઈસ મેસેજ મળતાં તેને માનસિક તણાવનો સામનો કરવો પડી રહ્યો છે. અજાણ્યો શખ્સ યુવતી પાસે જાતીય માંગણીઓ પણ કરતો હોવાની માહિતી મળી છે.
અંતે હેરાનગતિથી કંટાળીને યુવતીએ સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને પોલીસે તરત જ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આરોપીને શોધવા માટે ટેકનિકલ સર્વેલન્સનો સહારો લેવામાં આવી રહ્યો છે. મહિલાઓ સામે વધતી સાયબર હેરાનગતિની આવી ઘટનાઓ સમાજમાં સુરક્ષા જાળવવા તથા જાગૃતિ ફેલાવવાની તાતી જરૂરિયાત દર્શાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર