અમદાવાદ, 14 જૂન (હિ.સ.) : અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા અમદાવાદના ગ્રામીણ નાગરિકો માટે ચિત્ર, ઓડિયો કે વિડિઓ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં ભાગ લેવાની અંતિમ તારીખ 16 જૂન, 2025 છે.
ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ કાયદા અનુક્રમે ભારતીય ન્યાય સંહિતા-2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 અને ભારતીય સાખ્ય અધિનિયમ-2023 વિષય ઉપરની સ્પર્ધામાં ભાગ લેવા માટે નાગરિકો સ્કેચ/ઓડિયો/વિડિયો સબમિટ કરીને ઇનામો જીતી શકશે.
આ સ્પર્ધામાં ભાગ લેનાર નાગરિકોએ તેમની પ્રસ્તુતિ dysp-hq-ahd@gujarat.gov.in ઈ-મેઈલ એડ્રેસ ઉપર અથવા +91 99784 07820 મોબાઈલ નંબર ઉપર સબમિટ કરી સાથે પોતાનું નામ, સરનામું, અને મોબાઇલ નંબર તથા ઇ-મેલ એડ્રેસ સાથેની વિગતો મોકલી આપવાની રહેશે.
આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને ઇનામ મળવાપાત્ર રહેશે.
ચિત્રસ્પર્ધામાં અનુક્રમે રૂ. 5,000/-, રૂ. 3,000/- અને રૂ.2,000/-, ઓડિયો સ્પર્ધામાં રૂ. 15,000/-, રૂ.10,000/- અને રૂ. 5,000/- તથા વિડિયો સ્પર્ધામાં રૂ. 20,000/-, રૂ.15,000/- અને રૂ. 10,000/- ના રોકડ ઇનામ આપવામાં આવશે.
ઉપરોક્ત સ્પર્ધાનું પરિણામ તારીખ 18 જૂન, 2025ના રોજ મીડિયાના માધ્યમથી જાહેર કરવામાં આવશે. આ સ્પર્ધાનું પરિણામ કમિટી દ્વારા ચકાસણી કરીને જાહેર કરવામાં આવશે જેથી તે પરિણામ અંતિમ ગણવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ