સુરત , 14 જૂન (હિ.સ.)- ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવાની સંભાવના છે. હવામાન વિભાગે 17 જૂનના રોજ રાજ્યના 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં અમદાવાદ, આણંદ, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ભારે વરસાદ પડી શકે છે.
18-19 જૂન માટે પણ એલર્ટ
18 જૂનના રોજ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.
જ્યારે 19 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં યલો એલર્ટ આપ્યું છે.
હવામાન વિભાગે નાગરિકોને સલામતીનાં પગલાં રાખવાની સલાહ આપી છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે