પોરબંદર, 14 જૂન (હિ.સ.)પોરબંદર તાલુકાના ભેટકડી ગામે ગૌચરની જમીન ઉપર થયેલા દબાણ ઉપર તંત્રએ બુલડોઝર એક્શન શરૂ કર્યું છે મોટાપાયે ગૌચરની જમીન પર થયેલા દબાણ હટાવવાની કાર્યવાહી તંત્રએ શરૂ કરી છે અગાઉ પોરબંદરના રાણાવાવ તાલુકામાં કરોડોની જમીન પર થયેલા દબાણો હટાવ્યા હતા ગાંધીભૂમિ પોરબંદર જિલ્લામાં મોટાપાયે ગૌચરની જમીન ઉપર દબાણો થયેલા છે આ દબાણો હટાવવા માટે પણ અનેકવાર રજૂઆતો થયેલી છે અને અંતે હવે તંત્ર જાગ્યું છે તાજેતરમાં પોરબંદર તાલુકાના રાણાવાવમાં ગૌચરની જમીન ઉપર થયેલા મોટાપાયે દબાણો ઉપર તંત્રએ બુલડોઝર એક્શન શરૂ કર્યું હતું અને કરોડો રૂપિયાની જમીનો ખુલી કરાવી તંત્રએ દાખલો બેસાડ્યો હતો ત્યારબાદ આજે 14 જુન શનિવારના રોજ તંત્રએ પોરબંદરના ભેટકડી ગામે બુલડોઝર એક્શનની કાર્યવાહી શરૂ કરી છે.તંત્રના જણાવ્યા અનુસાર ભેટકડી ગામે 90 જેટલા આસામીઓને દબાણોને લઈને નોટિસો આપવામાં આવી હતી નોટિસો આપ્યા બાદ પણ દબાણો ના હટાવતા તંત્રએ કડક એક્શન બતાવી ગૌચરની જમીનો ઉપર થયેલા દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે પોરબંદર જિલ્લામાં થયેલા ગૌચરની જમીન ઉપર તથા અન્ય દબાણો પર તંત્ર કડકાય પૂર્વકથી કાર્યવાહી કરી રહ્યું છે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરનાર આસામીઓને તંત્ર દાખલ કાર્યવાહીથી ચેતવણી આપી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya