અંબાજી,15
જુન
(હિ. સ) હાલ તબક્કે ચોમાસુ બારણે ટકોરા દઈ રહ્યું છે ને ચોમાસાની આગમનના
થનઘનાટ શરુ થઇ ગયું છે ત્યારે, શક્તિપીઠ અંબાજી પંથકમાં આજે એકાએક વાતાવરણમાં પલટો
જોવા મળ્યો હતો ને સતત બેદિવસની ગરમીના ભારે ઉકળાટ બાદ બપોર બાદ સાંજના સુમારે
ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થવા પામી હતી આજનો વરસાદ જે ધીમીધારે શરુ થયો છે તે
મોડી રાત સુધી વધી શકે તેવા કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે આજે શરુ
થયેલા વરસાદમાં વરસાદની સાથે તડકો પણ જોવા મળ્યો હતો જેને લઇ બે ઋતુ ભેગી થતા
લોકોમાં ક્યાંક રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે એક તરફ ભારે ગરમીના ઉકળાટને લઇ
લોકોને ગરમીમાં આંશિક રાહત મળી રહી છે ત્યારેબીજી તરફ ખેતરોમાં ઉભેલો પાક બગાડવાની
ખેડૂતોને ચિંતા સતાવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ