સંડેર ગામે કલેક્ટરની મુલાકાત સાથે વૃક્ષારોપણ અને બટરફ્લાય ગાર્ડનનું અવલોકન
પાટણ, 15 જૂન (હિ.સ.) : પાટણ વન વિભાગ અને સંડેર ગ્રામ પંચાયત દ્વારા સંડેર ગામ ખાતે નિર્મિત વન કવચ અને બટરફ્લાય ગાર્ડનનો અવલોકન કરવા પાટણના કલેક્ટર મિહિર ભટ્ટ પધાર્યા હતા. તેમના આગમન પર સિંદુરના રોપા સાથે તેમનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ
સંડેર ગામે કલેક્ટરની મુલાકાત સાથે વૃક્ષારોપણ અને બટરફ્લાય ગાર્ડનનું અવલોકન


પાટણ, 15 જૂન (હિ.સ.) : પાટણ વન વિભાગ અને સંડેર ગ્રામ પંચાયત દ્વારા સંડેર ગામ ખાતે નિર્મિત વન કવચ અને બટરફ્લાય ગાર્ડનનો અવલોકન કરવા પાટણના કલેક્ટર મિહિર ભટ્ટ પધાર્યા હતા. તેમના આગમન પર સિંદુરના રોપા સાથે તેમનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કલેક્ટરના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. ફાધર્સ ડેની ઉજવણીના ભાગરૂપે, તેમની પુત્રી દ્વારા કીડીયારું ભરેલું શ્રીફળ મુકી શુભકામનાઓ આપવામાં આવી હતી. બટરફ્લાય ગાર્ડન અને વન કવચના નિર્માણની કામગીરીની તેમણે ખૂબ જ પ્રશંસા કરી હતી અને ગ્રામજનોના સહયોગ માટે સરાહના પણ વ્યક્ત કરી હતી.

કલેક્ટરે જણાવ્યું હતું કે આવા પર્યાવરણીય પ્રોજેક્ટો ગ્રામ્ય વિસ્તારના ભવિષ્ય માટે લાભદાયક સાબિત થશે. આ પ્રસંગે પૂર્વ સરપંચ મહેન્દ્ર પટેલ, તાલુકા સભ્ય અમિતભાઈ પટેલ, અને બાલીસણાના વનપાલ વી.એલ. દેસાઈ સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande