-સભાસદોની ગિફ્ટ મોંઘા ભાવની અને સભાસદોથી વધારે ખરીદી કરી
-સ્પેશિયલ ઓડિટર મિલ્ક દ્વારા કલમ 93,86 અને 88 એમ ત્રણ રીપોર્ટ કર્યા
ભરૂચ 18 જૂન ( હિ. સ ) ધી નેત્રંગ વિભાગ દુધ ઉત્પાદક સહકારી મંડળી લી ચાસવડનુ 01/04/2021 થી 31/03/2024 સુધીનું સરકારી ઓડિટ વી.એન.માવાણી સ્પેશિયલ ઓડીટર મિલ્ક ઓડીટ ઓફિસ ભરૂચ દ્વારા કરતા તેમાં મંડળીના વ્યવસ્થાપક સમિતિના સભ્યો, મંડળીના અધિકારી , કર્મચારીઓએ સભાસદોને દૂધનો પૂરતો ભાવફેર આપવાના બદલે ખરીદ કરેલ ત્રણ વર્ષની વાર્ષિક ગિફ્ટમાં સભાસદો કરતા વધુ ખરીદ કરી તેનું ભાડું ચૂકવ્યું તેમજ ભાવ પણ વધારે ચૂકવી ટેન્ડર વગર તેની માનીતી એજન્સીને આપી વળી પાછા ખરીદીના બહાને ફરવા પણ જઈ આવ્યા છે . આ બધું કારસ્તાન 2022/23 ના વર્ષમાં ખુરસી અને ડિનર સેટમાં 5571676.95 નો ખોટો ખર્ચ તેમજ વર્ષ 2023/24 માં રોમાન્સ અને મિંક ડીબી સેટમાં 5305931 અને 760000 વાહન ભાડું મળી કુલ 1,16,37,609.95 કરોડોનો ગેર વહીવટ પ્રાથમિક દ્રષ્ટિએ ઓડિટમાં આવ્યો હતો.સભાસદોને 750 રૂપિયાની મર્યાદામાં ભેટ આપવાની જગ્યાએ સીમા બહાર જઈ તેમજ સભાસદને જ આપવાની જગ્યાએ બિન સભાસદને પણ સાથે કર્મચારી ,એજન્ટ અને વધારાની ડિરેક્ટરો પણ લઈ ગયા જેમાં ઘણા સભાસદો અવસાન પામ્યા હોય, સ્થળાંતર થયા હોય ,મોટા ભાગના અજાણ હતા તેવી ભેટ પરત પણ નથી કરી તેમજ બ્લેન્કેટ ખરીદીના બહાને ડિરેક્ટરો ઉત્તર ભારતનો પ્રવાસ પણ કરી આવ્યા હતા .આમ ગરીબ આદિવાસી પશુપાલકોની મહેનતના હક્કના નાણાં નહી ચૂકવી આદિવાસી ડિરેક્ટરોએ કરોડો રૂપિયાનો ગેર વહીવટ કરતા પ્રમુખ , ઉપ પ્રમુખ ,મેનેજર સહિત ડિરેક્ટરો વિરુદ્ધ ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ - 1961 ની કલમ - 93 મુજબનો અહેવાલ રજૂ કરતા જિલ્લા રજીસ્ટ્રાર કચેરી ભરૂચ દ્વારા નોટીસ ચાસવડ દૂધ ડેરીના ડિરેક્ટરોને આપતા જવાબ આપવામાં ગેંગેફેંફે થઈ ગયું છે.
બોક્સ:-
વર્ષ 2022/23ના વર્ષમાં મંડળીમાં 1992 સભાસદ, 12544 બિન સભાસદ દૂધ ઉત્પાદકો, 56 કર્મચારી અને 181 દૂધ સેન્ટર એજન્ટ મળીને કુલ 14773 વ્યક્તિ હતાં તેમાં સભાસદ ભેટની વધારાની 16 ખુરસી ખરીદી 6369 અને ડિનર સેટ 6607 વધારાના ખરીદી 5565307 રૂપિયા મળી કુલ 5571676 મંડળીના નફા-નુકશાન ખાતેથી કાચા નફામાંથી તેમજ મંડળીના સભાસદ ઉન્નતિ ફંડમાંથી ખોટો વધારાનો ખર્ચ કરેલ છે .
બોક્સ :-
જ્યારે આવી જ રીતે 2023/24 ના વર્ષમાં પણ વ્યવસ્થાપક સમિતિએ જાણે પોતાની પેઢી હોય તેમ મંડળીમા 1992 સભાસદ, 13132 બિન સભાસદ, 56 કર્મચારી અને 182 દૂધ સેન્ટર એજન્ટ મળીને કુલ 15362 વ્યક્તિ હતાં તેમાં પણ 216 રોમાંસ ૩+૩ પીસીએસ સેટ 1069.75=231066/- અને મિંક ડીબી 2.5 કિલો પીસીએસના 5321 સેટ 953.74 ના ભાવના જે 5074865/- મળી કુલ 5305931/- અને સભાસદ ભેટ વાહન ભાડાના એક્સ્ટ્રા 760000/- આપી કુલ 6065931/- નો ખોટો વ્યવહાર કરેલ છે .
બોક્સ :-
ચાસવડ દૂધ ડેરીને કલમ 93 ની નોટિસ અમને મળી છે. હિયરિંગ ચાલુ છે તપાસનો વિષય છે .
કવિ વસાવા પ્રમુખ દૂધ ડેરી ચાસવડ
બોક્સ :-
1.16 કરોડની 93 ની નોટિસ ચાસવડ દૂધ ડેરીના ડિરેક્ટરોને આપી છે. તપાસ અધિકારી જે હોય જે આ ગેરરીતિ થઈ છે તેની જવાબદારી નક્કી કરે છે. આ રૂપિયા કોની પાસેથી વસૂલ કરવા સભાસદ અને બિન સભાસદ કરતા પણ વધુ માત્રામાં ગિફ્ટ લાવ્યા છે .હાલ 93 ની કલમની જે નોટિસ છે એ કાર્યવાહી હેઠળ છે .કમિટીનો જવાબ લઈ આગળની 93 કલમની તપાસ સોપી જે જવાબદારી નક્કી થતી હોય તે અમારી કચેરીએ કરવાની થાય છે . સ્પેશિયલ ઓડિટર મિલ્ક દ્વારા કલમ 93 ,86 અને 88 એમ ત્રણ રિપોર્ટ કર્યા છે .
જવાબ લઈ પછી કાનૂની તપાસ આપવામાં આવશે.
પરેશ કણકોટિયા જિલ્લા રજીસ્ટ્રાર ભરૂચ
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ