વલસાડ મેડિકલ કોલેજમાં, યોગ પ્રોટોકોલ પ્રેક્ટિસ કાર્યક્રમ યોજાયો
વલસાડ, 19 જૂન (હિ.સ.)-ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડે દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રોટોકોલ પ્રેક્ટિસ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કોલેજમાં રાખવામાં આવી હતી. જેમાં સિવિલ હોસ્પિટલના આરએ
વલસાડ મેડિકલ કોલેજમાં, યોગ પ્રોટોકોલ પ્રેક્ટિસ કાર્યક્રમ યોજાયો


વલસાડ, 19 જૂન (હિ.સ.)-ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડે દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રોટોકોલ પ્રેક્ટિસ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કોલેજમાં રાખવામાં આવી હતી. જેમાં સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. વી કે ફળદુ, મેડિકલ કોલેજના ડો. હિના ચૌધરી અને ડો. સ્વીટી પટેલ, ડો.ધરા કાવડ, ડો. ઋષિકેશ શિટોલે સાથે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આજના યોગ સત્રમાં નિલેશભાઈ કોશિયા અને યોગ ટ્રેનર અર્ચનાબેન પટેલ સહયોગી બન્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande