વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી, ઓવરટેપિંગને કારણે 62 રસ્તાઓ બંધ
વલસાડ, 19 જૂન (હિ.સ.)-વલસાડ જિલ્લામાં થઈ રહેલા વરસાદને કારણે જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા 62 રસ્તાઓ ઓવરટેપિંગ થવાથી બંધ છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધી કુલ 344.67 મી.મી. વરસાદ વરસ્યો છે. હાલમાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના ૫૯ અને માર્ગ અને
Valsad rain


વલસાડ, 19 જૂન (હિ.સ.)-વલસાડ જિલ્લામાં થઈ રહેલા વરસાદને કારણે જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા 62 રસ્તાઓ ઓવરટેપિંગ થવાથી બંધ છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધી કુલ 344.67 મી.મી. વરસાદ વરસ્યો છે. હાલમાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના ૫૯ અને માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના 3 મળી કુલ 62 રસ્તાઓ બંધ છે.

ઉમરગામ તાલુકાના 2, કપરાડાના 17, ધરમપુરના 24, પારડીના 5, વાપીના 2 અને વલસાડ તાલુકાના 12 રસ્તાઓ અવરજવર માટે બંધ છે. પરિસ્થિતિમાં સુધારો આવતા જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શનમાં રોડ રિપેરિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande