પાટણ, 19 જૂન (હિ.સ.) : આગામી 23-24 જૂન, 2025ના રોજ અમિત્ય યુનિવર્સિટી, નોઈડામાં ભારતીય યુનિવર્સિટી સંઘ (AIU)ની 99મી વાર્ષિક બેઠક યોજાવાની છે. દેશભરની અગ્રણી યુનિવર્સિટીઓના કુલપતિઓ આ મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેશે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે.સી. પોરિયાને પણ ખાસ આમંત્રણ મળ્યું છે. બેઠકની મુખ્ય થીમ 'ભવિષ્યના ઉચ્ચ શિક્ષણની કલ્પના: ભારતની મુખ્ય ભૂમિકા' છે.
કાર્યક્રમ અંતર્ગત ઉચ્ચ શિક્ષણ સંબંધિત વિવિધ સત્રો, સામાન્ય બેઠક, વ્યાપાર સત્ર અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓ સાથે વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર