નિવૂત પોલીસ કર્મચારી તરીકે ઓળખ આપી ઈલેકટ્રીકના વેપારી સાથે છેતરપિંડી
સુરત, 19 જૂન (હિ.સ.)- ગોડાદરા, આસપાસ દાદાના મંદિર પાસે આવેલ વિવેક ઈલેકટ્રીક દુકાનના માલીકને ભેટી ગયેલા ગઠિયાએ પોતાની નિવુત પોલીસ કર્મચારી તરીકે ઓળખ આપી એકટીવા મોપેટ વેચવાના બહાને રૂપિયા 35 હજાર પડાવી લીધા હતા. બનાવની વિગત એવી છે કે, ગોડાદરા ગામ, માન
નિવૂત પોલીસ કર્મચારી તરીકે ઓળખ આપી ઈલેકટ્રીકના વેપારી સાથે છેતરપિંડી


સુરત, 19 જૂન (હિ.સ.)- ગોડાદરા, આસપાસ દાદાના મંદિર પાસે આવેલ વિવેક ઈલેકટ્રીક દુકાનના માલીકને ભેટી ગયેલા ગઠિયાએ પોતાની નિવુત પોલીસ કર્મચારી તરીકે ઓળખ આપી એકટીવા મોપેટ વેચવાના બહાને રૂપિયા 35 હજાર પડાવી લીધા હતા.

બનાવની વિગત એવી છે કે, ગોડાદરા ગામ, માન સરોવર સોસાયટીમાં રહેતા 42 વર્ષીય જયંતીભાઈ વાલજીભાઈ કાતરીયા ઈલેકટ્રીકના ધંધા સાથે જાડાયેલા છે અને ગોડાદરામાં આસપાસ દાદાના મંદિરની બાજુમાં વિવેક ઈલેકટ્રીક નામે દુકાન ચલાવે છે. તેમની દુકાનમાં 25 માર્ચના રોજ રામજીભાઈ ઉર્ફે રામુકાકા નગીનભાઈ ગામીત (રહે,આમખુંટા ગામ, વાંકલ) નામનો વ્યકિત આવી પોતાની અોળખ નિવુત પોલીસ કર્મચારી તરીકે આપી મોબાઈલમાં નંબર પ્લેટ વગરની ઍકટિવા મોપેટના ફોટા બતાવી રૂપિયા 35 હજારમાં વેચવાની વાત કરી અઠવાગેટ ટ્રાફિક અોફિસ પાસે બોલાવ્યો હતો. ત્યારબાદ ત્યાંથી ફેમિલી કોર્ટમાં કોઈ અન્ય વ્યકિતની ઍકટીવા બતાવી રોકડા 35 હજાર લીધા હતા. પૈસા લીધા બાદ રામજીભાઈ ઉર્ફે રામુકાકાઍ ગાડીના કાગળો તૈયાર કરવાનું કહી અલગ અલગ સરકારી અોફિસમાં લઈ ગયા બાદ રફુચક્કર થઈ જઈ મોબાઈલ બંધ કરી દીધો હતો. જયંતીભાઈને તેમની સાથે ઍકટીવા ગાડીના બહાને પૈસા પડાવી છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા રામજીભાઈ ઉર્ફે રામુકાકા ગામીત સામે ગતરોજ અઠવાલાઈન્સ પોલીસમાં ફરિયાદ નોîધાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande