પોલીસકર્મીઓ માટે આરોગ્ય તપાસ કેમ્પ, 1099 લોકોની થઈ ચકાસણી
પાટણ, 19 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક વી.કે. નાયીની પહેલ હેઠળ પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના સ્વાસ્થ્ય માટે વિશેષ આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો. પ્રથમ તબક્કામાં પોલીસ હેડક્વાર્ટર પાટણ ખાતે 590 અને રાધનપુર ડિવિઝનના રોટરી હોલ ખાતે 249 પોલીસક
પોલીસકર્મીઓ માટે આરોગ્ય તપાસ કેમ્પ, 1099 લોકોની થઈ ચકાસણી


પોલીસકર્મીઓ માટે આરોગ્ય તપાસ કેમ્પ, 1099 લોકોની થઈ ચકાસણી


પાટણ, 19 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક વી.કે. નાયીની પહેલ હેઠળ પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના સ્વાસ્થ્ય માટે વિશેષ આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો. પ્રથમ તબક્કામાં પોલીસ હેડક્વાર્ટર પાટણ ખાતે 590 અને રાધનપુર ડિવિઝનના રોટરી હોલ ખાતે 249 પોલીસકર્મીઓની તપાસ થઈ હતી. ત્યારબાદ હેડક્વાર્ટર ખાતેના વધુ બે કેમ્પમાં 260 કર્મચારીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.

આ સમગ્ર તબક્કા દરમિયાન નિષ્ણાત તબીબોની ટીમે કર્મચારીઓના વિવિધ પરીક્ષણો કર્યા, જેમાં જરૂરિયાત મુજબ ECG સહિતના તપાસનો સમાવેશ હતો. 40 વર્ષથી વધુ ઉંમરના તમામ કર્મચારીઓના વિશેષ તબીબી ચકાસણીઓ કરવામાં આવી અને દરેકનું હેલ્થ કાર્ડ તૈયાર કરવામાં આવ્યું.

કુલ 1099 લોકોએ આરોગ્યની ચકાસણી કરાવી, જેમાં 1075 પોલીસકર્મીઓ અને 24 પરિવારજનો સામેલ હતા. જેમને સ્વાસ્થ્ય સમસ્યાઓ જોવા મળી, તેમને આગળની સારવાર માટે મોકલવામાં આવ્યા. આગામી સમયમાં વધુ એક મેડિકલ કેમ્પ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નાની-મોટી તકલીફ ધરાવતા કર્મચારીઓને વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande