મંડેર ગામે પુત્રએ માતા પર લાકડી વડે કર્યો હુમલો
પોરબંદર, 19 જૂન (હિ.સ.) : મંડેર ગામે નાલાયક પુત્રએ પૈસા નહીં આપતા વૃદ્ધ માતાને લાકડી વડે માર મારી, જાણ થી મારી નાખવાની ધમકી આપતા માતા એ માધવપુર પોલીસ સ્ટેશન ખાતે પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કાળયુગમાં જનેતાને સામાન્ય બાબતે માર મારવાનો કિસ્સો ઘેડ
મંડેર ગામે પુત્રએ માતા પર લાકડી વડે કર્યો હુમલો


પોરબંદર, 19 જૂન (હિ.સ.) : મંડેર ગામે નાલાયક પુત્રએ પૈસા નહીં આપતા વૃદ્ધ માતાને લાકડી વડે માર મારી, જાણ થી મારી નાખવાની ધમકી આપતા માતા એ માધવપુર પોલીસ સ્ટેશન ખાતે પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

કાળયુગમાં જનેતાને સામાન્ય બાબતે માર મારવાનો કિસ્સો ઘેડ પંથક મંડેર ગામેથી સામે આવ્યો છે. ઘેડ પંથકના મંડેર ગામે રહેતા ગોવિંદ અરજણભાઈ બળેજા નામના શખ્સે પોતાની વૃદ્ધ માતા હિરીબેન બળેજા પાસે પૈસા માંગતા માતા એ પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલ ગોવિંદ બળેજાએ પોતાની માતાને લાકડી વડે માર મારી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી. વૃદ્ધ માતાએ પોતાના પુત્ર ગોવિંદ વિરુદ્ધ માધવપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande