
નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.) નવી દિલ્હીથી લેહ જતી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ નંબર 6 ઈ- 2006 ગુરુવારે સવારે ટેકનિકલ ખામીને કારણે બે કલાકથી વધુ સમય માટે હવામાં રહી અને ત્યારબાદ તેને આઈજીઆઈ એરપોર્ટ પર ઉતરાણ કરવું પડ્યું.
એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 19 જૂને દિલ્હીથી લેહ જતી ફ્લાઇટ (6ઈ -2006) ટેકનિકલ ખામીને કારણે તેના મૂળ સ્થાને પાછી આવી ગઈ છે. પ્રવક્તાએ એમ પણ કહ્યું હતું કે, વિમાનનું સંચાલન ફરી શરૂ કરતા પહેલા તેનું જરૂરી જાળવણી કરવામાં આવી રહ્યું છે. મુસાફરોને લેહ લઈ જવા માટે વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે આ વિમાનમાં મુસાફરી કરતા મુસાફરોને થયેલી અસુવિધા બદલ દિલગીર છીએ. જોકે, આ વિમાનમાં કેટલા મુસાફરો હતા તેની માહિતી તાત્કાલિક મળી શકી નથી.
ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ Flightradar24.com પર ઉપલબ્ધ માહિતી અનુસાર, દિલ્હીથી લેહ જતી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ 6ઈ-2006નું સંચાલન કરતી એ-320 એરક્રાફ્ટ બે કલાકથી વધુ સમય સુધી હવામાં રહ્યા પછી રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી પરત ફરી છે.
એક અલગ ઘટનામાં, ગુરુવારે હૈદરાબાદથી તિરુપતિ જતી સ્પાઇસજેટની ફ્લાઇટ ટેકનિકલ ખામીને કારણે, ટેકઓફ કર્યા પછી તરત જ રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પાછી ફરી હતી. ફ્લાઇટ એસજી 2696 સવારે 6.19 વાગ્યે હૈદરાબાદથી ઉડાન ભરી હતી અને સવારે 7.40 વાગ્યે તિરુપતિમાં ઉતરવાની હતી.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ