પાટણમાં 21 જૂનના, યોગ દિવસની તૈયારીઓ શરૂ
પાટણ, 19 જૂન (હિ.સ.)આગામી 21 જૂન, 2025ના રોજ પાટણ જિલ્લામાં યોજાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે આયોજન અંગે પ્રેસ બેઠક યોજાઈ હતી, જેમાં યોગ કાર્યક્રમોની વિગતો જાહેર કરવામાં આવી.
પાટણમાં 21 જૂનના યોગ દિવસની તૈયારીઓ શરૂ


પાટણ, 19 જૂન (હિ.સ.)આગામી 21 જૂન, 2025ના રોજ પાટણ જિલ્લામાં યોજાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે આયોજન અંગે પ્રેસ બેઠક યોજાઈ હતી, જેમાં યોગ કાર્યક્રમોની વિગતો જાહેર કરવામાં આવી.

મુખ્ય કાર્યક્રમ પી.કે. કોટાવાલા આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. તેમજ રાણીની વાવ, બિંદુ સરોવર સહિત તાલુકા કક્ષાએ કુલ 11 સ્થળોએ યોગના કાર્યક્રમો યોજાશે. કલેક્ટરે જણાવ્યું કે યોગ ભારતની પ્રાચીન પરંપરાનો અમૂલ્ય વારસો છે અને સમગ્ર જનતાને ભાગ લેવાની અપીલ કરી હતી.

આચાર સંહિતાનું પાલન સાથે કાર્યક્રમ સ્થળે પીવાનું પાણી, શૌચાલય, તબીબી સહાય, સુરક્ષા, પાર્કિંગ અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. બેઠકમાં પાટણના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande