સુરત, 19 જૂન (હિ.સ.)- રિંગ રોડ, રાધાક્રિષ્ના ટેક્ષટાઈલ માર્કેટમાં અંબિકા ટ્રેડર્સ ફર્મના નામથી ધંધો કરતા સીટીલાઈટના વેપારી પાસેથી અમદાવાદની બે પેઢીઍ વિશ્વાસ કેળવ્યા બાદ રૂપિયા દુપટ્ટાનો માલ ખરીદી રૂપિયા ૭.૧૮ લાખનો ચુનો ચોપડ્યો છે.
પોલીસ સુત્રોઍ જણાવ્યું હતું કે, ઠગાઈનો બનાવ શિતલ ત્રિકમદાસ ખિલવાણી (ઉ.વ.૫૨.રહે. સુર્યદર્શન ઍર્પાટમેન્ટ આશિર્વાદ પાર્ક, સિટીલાઈટ) સાથે બન્યો છે. મનિષા રાકેશ નેભાણી, રાકેશ નેભાણી (આર્યન ટેક્ષટાઈલના પ્રોપરાયટર. સુમેર માર્કેટ.અમદાવાદ તથા ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કે, ન્યુ મ્બે માર્કેટની સામે સુરત), અજય અને સની (યુનિક ઍજન્સીના પ્રોપાયટર, સુમેર માર્કેટ. અમદાવાદ)ઍ ગત તા ૨૨ ઍિલ ૨૦૧૯ થી ૩ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં ટુકડે ટુકડે કરી કુલ રૂપિયા ૭,૫૬,૭૧૯ના મત્તાનો દુપટ્ટાનો માલ ખરીદ્યો હતો. જેમાંથી રૂપિયા ૩૭,૯૧૯ ચુકવ્યા હતા. જયારે બાકીના લેવાના નિકળતા રૂપિયા ૭,૧૮,૮૦૦ ની અવાર નવાર ઉઘરાણી કરવા છતાંયે નહી ચુકવી છેતરપિંડી કરી હતી. સલાબતપુરા પોલીસે શીતલ ખિલવાણીની ફરિયાદને આધારે ચારેય સામે ગુનો નોîધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે