પોરબંદર, 2 જૂન (હિ.સ.) પોરબંદરના બળેજ ગામે રસ્તા પર ઉભેલી કાર સાથે મોટરસાઇકલમાં રહેલ દૂધના કેન અડી જતા બાઈક સવાર બે ઈસમોએ કાર ચાલક સાથે બોલાચાલી કરી, માર મારી,જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા યુવાને માધવપુર પોલિસ સ્ટેશન ખાતે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
ઘેડ પંથકના બળેજ ગામે સામાન્ય બાબતે મારામારીનો બનાવ સામે આવ્યો છે.જેમાં પરબતભાઇ ઘેલાભાઈ વેગડા નામનો યુવાન પોતાના પરિવાર સાથે બળેજ ગામની ભુવાકેડા નેશ નજીક પોતાની બુલેરો કાર સાઇટ લર રાખી ઉભા હતા તે દરમિયાન હાઇવે રોડ પરથી નાથા દુદા ઉલવા અને ભુપત દેવા ઉલવા નામના ઈસમો પોતાની મોટરસાઇકલ લઈ આવી રહ્યા હતા.તે દરમિયાન ત્યાં ઉભેલી કાર સાથે મોટરસાઇકલ માં રહેલ દુધને કેન અડી જતા કેન માંથી થોડું દૂધ ઢોળાઇ જતા.નાથા ઉલવાએ મોટરસાઇકલ ઉભું રાખી કારચાલક પરબતભાઇ સાથે બોલાચાલી કરી,માર મારી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા.પરબતભાઇ વેગડાએ બને શખ્સો સામે માધવપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya