પાટણમાં સગીરાનુ અપહરણ કરી દુષ્કર્મ કરવાનો પ્રયાસ
પાટણ, 2 જૂન (હિ.સ.)પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક સગીરાએ દૂધ ભરાવીને ઘરે જઈ રહી હતી ત્યારે એક યુવકે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી અસ્લમખાન રસુલખાન બલોચ, જે મૂળ હારીજ તાલુકાના દુનાવાડા ગામનો વતની છે અને હા
પાટણમાં સગીરાને અપહરણ કરી દુષ્કર્મ કરવાનો પ્રયાસ


પાટણ, 2 જૂન (હિ.સ.)પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક સગીરાએ દૂધ ભરાવીને ઘરે જઈ રહી હતી ત્યારે એક યુવકે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી અસ્લમખાન રસુલખાન બલોચ, જે મૂળ હારીજ તાલુકાના દુનાવાડા ગામનો વતની છે અને હાલ સરસ્વતી તાલુકાના જાખા ગામમાં રહે છે, તેણે બાળકીને રસ્તામાં અટકાવી, તેને ઉઠાવી નજીકના ખેતરમાં લઈ ગયો હતો.

આરોપીએ બાળકીનું મોં દબાવીને શારીરિક અડપલાં કરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ વિરોધ કરતા આરોપીએ તેના મોં પર માર્યો હતો. તેમ છતાં બાળકી તેની હિંમત જાળવીને આરોપીના હાથે બચકું ભરી છૂટી ગઈ હતી.

પરંતુ આરોપીએ પાછો પીછો કરી ને બાળકી પકડી અને નજીકના નેળિયામાં લઈ ગયો હતો.

ત્યાં આરોપીએ બાળકીને જમીન પર પછાડી અને તેના કપડાં ફાડવાનો પ્રયાસ કર્યો હતો. આ વખતે પણ બહાદુર બાળકીએ આરોપીના પેટમાં લાત મારીને છૂટકારા મેળવ્યો અને નજીકના ઘરમાં જઈને બૂમાબૂમ કરી. અવાજ સાંભળીને આસપાસના લોકો આવી જતા આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો.

બાદમાં બાળકીની માતાએ નજીકની પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસ આરોપી વિરુદ્ધ IPC કલમ 74, 75(2), 7678(1)(1), 115(2), 126(2) અને પોક્સો એક્ટની કલમ 3, 12, 18 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande