ગીર સોમનાથ 2જૂન (હિ.સ.) સુત્રાપાડા શહેર કૈલાસ ગ્રુપ દ્રારા, ડો ભરતભાઈ બારડ સ્મરણ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં ફાઇનલ મેચમાં સોમનાથ જવેલ્સ ઇલેવન વિજેતા થયેલ. જેમાં ઇનામ વિતરણ કાર્યકમમાં. સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ સુરસિંહભાઈ મોરી અને સુત્રાપાડા નગરપાલિકા ઉપપ્રમુખ નરેશભાઈ કામળીયા અને સુત્રાપાડા નગરપાલિકા કારોબારી ચેરમેન કૈલાસભાઈ રામ અને સુત્રાપાડા વિશ્વ હિન્દૂ પરિપદ પ્રમુખ જેસીંગભાઈ બારડ અને સુત્રાપાડા શહેર ભાજપ મહામંત્રી સિધ્ધરાજસિંહ રાઠોડ અને સુત્રાપાડા શહેર ભાજપ મહામંત્રી હરેશભાઈ કામળીયા અને સુત્રાપાડા નગરપાલિકા સભ્ય, રમેશભાઈ વડાગર સુત્રાપાડા નગરપાલિકા સભ્ય મેરૂભાઇ મેર અને સુત્રાપાડા શહેર યુવાનો અને કૈલાસ ગ્રુપ આયોજકઓ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ