-કંપનીમાં કોઈ કેમિકલ રીએકશન વખતે ધડાકા સાથે આગ લાગતા દોડધામ મચી હતી
-આગની શરૂઆતમાં કેમિકલના ડ્રમ 60 ફૂટ ઊંચે ધડાકા સાથે ઊડતા જોવા મળ્યા
-આગની ઘટનાનો મેજર કોલ આવતા ફાયર બ્રિગેડના 10 જેટલા ટેન્ડર અને બંબા આવી કામે લાગ્યા
-કંપનીનું કોઈ કેમિકલ પાણી સાથે બધું બહારની વરસાદી ગટરમાં વહેતું થયું હતું
ભરૂચ 2 જૂન (હિ.સ.) અંકલેશ્વર જીઆઇડીસીમાં પ્લોટ નંબર 714 માં આવેલ ફીનોર પીપલજ કેમિકલ કંપનીમાં આકસ્મિક બપોરના સમયે કોઈ કેમિકલના રિએક્શન વખતે ધડાકા સાથે આંખ ફાટી નીકળી હતી. શરૂઆતમાં કેમિકલ ભરેલા ડ્રમ 60 60 ફૂટ ઉપર ધડાકા સાથે ઉડતા હતા અને આગ કેટલી વિકરાળ લાગી ગઈ હતી કે આજુબાજુની કંપની વાળાઓને પણ ચિંતા થઈ રહી હતી. સદ્દનસીબે તાત્કાલિક અંકલેશ્વર જીઆઇડીસીના ફાયર બ્રિગેડના ફાયર ફાઈટરો આવી જતા ત્રણ બાજુથી આગ ઓલવવા પ્રયાસ હાથ ધર્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઇડીસીમાં ફીનોર પીપલજ કેમિકલ કંપનીમાં બપોરના સમયે કોઈ કારણોસર આગ લાગી હતી. બનાવને લઈને મેજર કોલ આપવામાં આવ્યો હતો. જેથી ઘટના સ્થળે ફાયર બ્રિગેડ ફાયર ટેન્ડરો મારફતે ફોમનો મારો ચલાવીને આગ ઓલવવા પ્રયાસ કર્યો હતો. આ આગ આસરે ચાર કલાકે ઓલવાઈ હતી. જોકે આજુબાજુની કંપનીમાં આ આગથી કોઈ નુકસાન થયું નથી જેથી વહીવટ તંત્ર અને કંપનીઓએ હાશકારો લીધો હતો પરંતુ આગ લાગ્યા સમયે આગ ઓલવવા પાણીનો મારો ચલાવતા ફિનોર પીપલજ કેમિકલ કંપનીમાં રહેલું કેમિકલ બધું વરસાદી ગટરમાં વહેતું થયું હતું જેના સેમ્પલ જીપીસીબીએ લીધા હતા. ઘટનાની જાણ થતા અંકલેશ્વર મામલતદાર, ફેક્ટરી ઇન્સ્પેક્ટર, જીપીસીબી ,પોલીસ અને એઆઇએ તેમજ નોટિફાઇડના સંચાલકો હાજર થઈ આગ ઓલવવા મથામણ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ