પોરબંદર, 2 જૂન (હિ.સ.)
આજના કળીયુગમા માતા-પિતા અને ભાઇ હુમલો અને હત્યાના ઘટના સામાન્ય બની ગઇ છે. આ પ્રકારના કિસ્સા સમાજમા લાલબત્તી સમાન છે પોરબંદરમાં આવી જે એક ઘટના બની હતી લોહીના સંબધમાં લોહી રેડાયુ હતુ. નાનાભાઇએ મકાનના ભાગના એક લાખ રૂપીયાની રકમ માટે મોટાભાઇ પર છરી વડે હુમલો કર્યો હતો જોકે પોલીસે આરોપીની ધરપકડ કરી રીકન્ટ્રકશન કરાવ્યુ હતુ.
પોરબંદરમાં બે દિવસ પૂર્વે કસ્તુરબા ગાંધી રોડ પર રહેતા વિરેન્દ્રભાઇ ખોખરી નામના યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા વિરેન્દ્રના પત્નિએ એવો આક્ષેપ કર્યો હતો કે, હુમલો વિરેન્દ્રના નાનાભાઇ જીજ્ઞેશ ખોખરીએ કર્યો હતો.
સમગ્ર ઘટનાને લઈને કીર્તિમંદિર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી.પોલીસે ફરિયાદના આધારે તપાસ કરી હુમલો કરનાર જીગ્નેશ ખોખરીને ઝડપી પાડ્યો હતો.પોલીસે આજે હુમલો કરનાર જીગ્નેશ ખોખરીને બંદર રોડ પર બનાવના સ્થળે રિકન્ટ્રક્શન કરાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya