પોરબંદર, 2 જૂન (હિ.સ.) પોરબંદર જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણી દરમ્યાન ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-2025 માં પોરબંદર જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન રાજ્કીય પક્ષો અને તેના કાર્યકતાઓ,સમર્થકો ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ, પ્રચાર માટે ઉંચા અવાજે લાઉડ સ્પીકરોના ઉપયોગના કારણે ખુબ જ ધ્વનિ પ્રદુષણ અને આમ જનતાની શાંતીમાં ખલેલ ન પહોંચે તે અંગે પોરબંદર જિલ્લાના (GAS), અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.બી.વદર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
પોરબંદર જિલ્લાના (GAS), અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.બી.વદર દ્વારા જાહેર કરાયેલ જાહેરનામાં અનુસાર કોઇપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ સક્ષમ અધિકારીની પરવાનગી મેળવીને સવારના 08.00કલાક થી રાત્રીના 10.00 કલાક સુધી જ થઇ શકશે., ચૂંટણી પ્રચાર માટે જાહેર મંચ ઉપર અથવા કોઇપણ પ્રકારના વાહન પર સક્ષમ અધિકારીની નિયમોનુસારની પરવાનગી મેળવ્યા સિવાય ચૂંટણી પ્રચાર અર્થે કોઇપણ પ્રકારના લાઉડ સ્પીકર મુકી શકાશે નહી અને પરવાનગી મેળવેલ વાહનો દ્વારા લાઉડ સ્પીકરના ઉપયોગ માટે સંબંધિત તાલુકાના એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ પાસેથી તથા મોટર વ્હીકલ એકટ હેઠળ સક્ષમ અધિકારી પાસેથી નિયત નમૂનામાં અરજી કરીને વાહન પરમીટ પ્રથમ લેવાની રહેશે તથા વાહન પરમીટના હુકમમાં જણાવેલ તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.કોઇપણ પ્રકારના લાઉડસ્પીકરના ઉપયોગ માટે પરવાનગી/પરમીટ મેળવ્યા પછી તેનો ઉપયોગ કરનારે તે વિસ્તારના પોલીસ મથકને અને સબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારીને તથા મદદનીશ ચૂંટણી અધિકારીને ઉપયોગ કરતા પહેલા લેખિતમાં જાણ કરવાની રહેશે., લેખિત પરવાનગી વગર કોઇપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે તો. ઉપયોગમાં લેવાયેલ લાઉડ સ્પીકર તથા લાઉડ સ્પીકર મુકવા માટે ઉપયોગમાં લેવાયેલ તમામ સાધનો કે ઉપકરણો જપ્ત કરવામાં આવશે., કોઇપણ મતદાન વિસ્તારમાં મતદાન સમાપ્ત કરવા માટે નિયત કરવામાં આવેલા સમયના 48 કલાક પહેલાના સમયગાળા દરમ્યાન કોઇપણ પ્રકરાના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો રહેશે નહી.
ઉલ્લેખનીય છે કે, આ જાહેરનામું તા.29/05/2025 થી તા.27/06/2025 સુધી અમલમાં રહેશે તેમજ પોરબંદર જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-2025 હેઠળના વિસ્તારને લાગુ પડશે. તેમજ આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 હેઠળ સજાને પાત્ર થશે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya