ઘોડદોડ રોડ પર બે મિત્રોનું, અપહરણ કરી 46 હજારની લૂંટ
સુરત, 2 જૂન (હિ.સ.)-શહેરના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આદર્શ સોસાયટી પાસેથી ગતરોજ બે મિત્રોનું બાઈક પર અપહરણ કરી ઘોડદોડ રોડ ઉપર આવેલ એક દુકાન પાસે બંનેને લઈ ગયા હતા. જ્યાં હાજર ઈસમોએ ભેગા મળી બંને મિત્રોને એલફેલ ગાળો આપી ઢીકા મૂકીનો માર મારી તે
ઘોડદોડ રોડ પર બે મિત્રોનું, અપહરણ કરી 46 હજારની લૂંટ


સુરત, 2 જૂન (હિ.સ.)-શહેરના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આદર્શ સોસાયટી પાસેથી ગતરોજ બે મિત્રોનું બાઈક પર અપહરણ કરી ઘોડદોડ રોડ ઉપર આવેલ એક દુકાન પાસે બંનેને લઈ ગયા હતા. જ્યાં હાજર ઈસમોએ ભેગા મળી બંને મિત્રોને એલફેલ ગાળો આપી ઢીકા મૂકીનો માર મારી તેમની પાસેથી સોનાની ચેઈન તથા રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 46,500ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવમાં પોલીસે ભોગ બનનાર કિશોરની ફરિયાદ લઈ કુલ 15 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આ બનાવમાં કુલ બે વ્યક્તિઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે, વેસુ વિસ્તારમાં આવેલ તલાવવાળા સુડા આવાસ એસએમસી આવાસમાં રહેતો 16 વર્ષીય અંશ ઉર્ફે બાબુ વિજય ઉપાધ્યાય એ ગતરોજ ઉમરા પોલીસ મથકમાં લૂંટની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેને જણાવ્યું હતું કે ગતરોજ અંશ ઉર્ફે બાબુ અને તેનો મિત્ર અસલાન આદર્શ નગર સોસાયટી ઘોડદોડ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે શિવ ઝાલા, વિષ્ણુ, રોક્યો, સાહિલ અને ઇમરાન ગડ્ડી નામના ઇસમો તેની પાસે આવ્યા હતા અને અંશ ઉર્ફે બાબુ તથા તેના મિત્ર અસલાનને બળજબરીથી બાઈક પર બેસાડી ઘોડદોડ રોડ પર એમ ફોર એમ નામની દુકાન પાસે લઈ ગયા હતા. જ્યાં ઇમરાન ગડ્ડી નામના ઇસમે તથા અન્ય 9 થી 10 લોકોએ ભેગા મળી તેમને એલ ફેલ ગાળો આપી ઢીંક મૂકીને માર માર્યો હતો તથા અંશ ઊર્ફે બાબુના ગળામાં રહેલ રૂપિયા 30,000 ની સોનાની ચેઈન, બે સોનાની બુટ્ટી, રોકડા રૂપિયા 13,000 મળી કુલ રૂપિયા 46,500 ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જેથી પોલીસે અંશ ઉર્ફે બાબુની ફરિયાદને આધારે કુલ પંદર જેટલા લોકો સામે ધાડ લૂંટનો ગુનો દાખલ કર્યો હતો.

બનાવને પગલે ઉમરા પીઆઇ જે.એ.રાઠવા એ તપાસ શરૂ કરી હતી. મોડી રાત સુધીમાં પોલીસે, શિવમ શર્મા અને સાહિલ નામના બે આરોપીને ઝડપી પાડ્યા છે. હાલ તો પોલીસે અન્ય આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande