પોરબંદર ખાતે, વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી કરાઈ.
તમાકુ નિષેધ દિનની ઉજવણી કરાઈ.
પોરબંદર ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી કરાઈ.


પોરબંદર ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી કરાઈ.


પોરબંદર ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી કરાઈ.


પોરબંદર ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી કરાઈ.


પોરબંદર, 2 જૂન (હિ.સ.) પોરબંદર જિલ્લામાં 31 મેં વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણીના ભાગરૂપે જનરલ નર્સિંગ સ્કૂલ પોરબંદર ખાતે “અનમાસ્કીંગ ધ અપીલ”—તમાકુ ઉદ્યોગની વધતી જતી યુવા-કેન્દ્રિત વ્યૂહરચનાઓને લક્ષ્ય બનાવે છે” તે થીમ સાથે 31 મેં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં વિદ્યાર્થીઓને તમાકુના ગેરફાયદા જાણવામાં આવ્યા હતા તેમજ વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન અને મોમેન્ટો આપવામાં પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને બીપી, ડાયાબિટીસ રોગને અનુલક્ષીને એનસીડી વિભાગના ડીપીસી દ્વારા ઉંડાણ પૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.આ કાર્યક્રમમાં નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપાલ પંડ્યા,આરોગ્ય વિભાગના શોશિયલ વર્કર દિનેશભાઈ દવે, એન.સી.ડી વિભાગના ડીપીસી ડો.અતુલભાઈ ડાંગર ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande