મેડ્રિડ, નવી દિલ્હી, 20 જૂન (હિ.સ.)
ટેનિસના મહાન ખેલાડી રાફેલ નડાલને, ગુરુવારે સ્પેનના રાજા ફેલિપ છઠ્ઠા દ્વારા, 'માર્ક્વિસ'નું બિરુદ
આપવામાં આવ્યું હતું. રમતગમતના ક્ષેત્રમાં તેમના અનોખા યોગદાન અને દેશને ગૌરવ
અપાવવા બદલ, તેમને આ સન્માન આપવામાં આવ્યું છે.
રાજમહેલ દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં
કહેવામાં આવ્યું છે કે, ”તેઓ (સન્માનિત
વ્યક્તિઓ) સ્પેન માટે ગૌરવનું કારણ છે અને સમાજને પ્રેરણા આપી શકે તેવા મૂલ્યોના
પ્રતીક છે.
22 વખતના ગ્રાન્ડ
સ્લેમ વિજેતા નડાલે, ગયા વર્ષે વ્યાવસાયિક ટેનિસમાંથી નિવૃત્તિ લીધી હતી. રાજા
ફેલિપ છઠ્ઠાના શાસનની 10મી વર્ષગાંઠ
નિમિત્તે, તેમને આ બિરુદ આપવામાં આવ્યું હતું.જેમાં છ
પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
જે અન્ય સેલિબ્રિટીઓને આ બિરુદ આપવામાં આવ્યા હતા, તેમાં
પ્રખ્યાત પોપ-રોક ગાયિકા લુઝ કાસાલ અને પેરાલિમ્પિક તરણવીર ટેરેસા પેરાલેસનો
સમાવેશ થાય છે.
નડાલને હવે 'માર્ક્વિસ ઓફ લેવન્ટ ડી મેયોર્કા'નું બિરુદ મળ્યું
છે, જેનું નામ તેમના
વતન માયોર્કા ટાપુ પરથી રાખવામાં આવ્યું છે. આ એક વારસાગત ખિતાબ હશે, જે તેના વંશજો,
ભવિષ્યમાં મેળવી શકશે.
39 વર્ષીય નડાલે, ફ્રેન્ચ ઓપનમાં રેકોર્ડ 14 વખત જીત
મેળવીને ઇતિહાસ રચ્યો છે. ગયા મહિને રોલેન્ડ ગેરોસ ખાતે, સેન્ટ્રલ કોર્ટ પર તેમને એક
સ્થાઈ 'ફૂટપ્રિંટ'થી સન્માનિત
કરવામાં આવ્યા હતા.
આ ખિતાબ સ્પેનમાં, નડાલના અસાધારણ વારસા અને રમતમાં તેમની
સિદ્ધિઓને હંમેશા સંસ્મરણીય બનાવશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ