પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં 74.74% મતદાન, અંતિમ ઘડીએ મતદારોનો ઉમટો
પાટણ, 22 જૂન (હિ.સ.) પાટણ જિલ્લામાં આજની ગ્રામ પંચાયત ચૂંટણીમાં સાંજના 5 વાગ્યા સુધી કુલ 74.74% મતદાન નોંધાયું છે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થઈ હતી અને સાંજના 6 વાગ્યા સુધી શાંતિપૂર્ણ રીતે ચાલુ રહી હતી. જિલ્લામાં કુલ 232 ગ્રામ પંચાયતો માટે મતદાન યોજાય
પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં 74.74% મતદાન, અંતિમ ઘડીએ મતદારોનો ઉમટો


પાટણ, 22 જૂન (હિ.સ.) પાટણ જિલ્લામાં આજની ગ્રામ પંચાયત ચૂંટણીમાં સાંજના 5 વાગ્યા સુધી કુલ 74.74% મતદાન નોંધાયું છે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થઈ હતી અને સાંજના 6 વાગ્યા સુધી શાંતિપૂર્ણ રીતે ચાલુ રહી હતી. જિલ્લામાં કુલ 232 ગ્રામ પંચાયતો માટે મતદાન યોજાયું હતું જેમાં 224 સરપંચ અને 563 વોર્ડના સભ્યો માટે બેલેટ પેપરથી મતદાન કરાયું હતું.

દિવસ દરમિયાન મતદાન ધીમું હતું પરંતુ છેલ્લી ઘડીએ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકોને કાર્યમાંથી વેલાં મળી અથવા વરસાદ વચ્ચે છત્રી લઈને મતદાન કરવા આવતાં જોઈ શકાયાં. ચાણસ્મા સુણસર ગામે મહિલાઓ મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચી હતી અને ચંદ્રમણા ગામમાં ત્રણેય ઉમેદવારે જીતની આશા વ્યક્ત કરી હતી.

આ ચૂંટણીમાં જિલ્લામાં 9 તાલુકાના 606 મતદાન મથકો પર 642 મતપેટી, 3402 પોલિંગ સ્ટાફ, 1225 પોલીસકર્મીઓ તથા 94 મુખ્ય અને 94 સહાયક ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. કુલ 5,13,786 મતદારોમાં 2,62,699 પુરુષ અને 2,51,087 મહિલાઓનો સમાવેશ થાય છે. મતગણતરી 25 જૂને તાલુકાવાર નવ સ્થળોએ યોજાશે. મતદાતાઓને ઓળખપત્ર તરીકે 12 માન્ય દસ્તાવેજોમાંથી કોઈ પણ એક દાખલ કરવો ફરજિયાત છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande