રીજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસની ઉજવણી કરવામાં આવી
રાજકોટ, 23 જૂન (હિ.સ.) રીજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ દ્વારા તારીખ 21 જૂન 2025ના રોજ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ અને ‘વિશ્વ સંગીત દિવસ’ની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં યોગના નિષ્ણાંત મિસ. આવૃતિ સોજિત્રા (યોગ શિક્ષક) દ્વારા યોગ સાધના કરાવવામાં આવી હ
રીજીયોનલ સાયન્સ સેન્ટર,


રાજકોટ, 23 જૂન (હિ.સ.) રીજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ દ્વારા તારીખ 21 જૂન 2025ના રોજ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ અને ‘વિશ્વ સંગીત દિવસ’ની ઉજવણી કરવામાં આવી.

આ ઉજવણીમાં યોગના નિષ્ણાંત મિસ. આવૃતિ સોજિત્રા (યોગ શિક્ષક) દ્વારા યોગ સાધના કરાવવામાં આવી હતી, તથા ‘વિશ્વ સંગીત દિવસ’ નિમિત્તે અધરવેણુ એજ્યુકેશન ઍન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગ થી સંગીતની સુમધુર સંધ્યાએ સંગીત કલાકારો દ્વારા સ્ટેજ પરફોર્મસનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળ સંગીત કલાકારો અને વિવિઘ સંગીત શાળા ઓએ ભાગ લીધો હતો.

દર વર્ષે, 21 જૂનના રોજ યુનાઇટેડ નેશન્સ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 2025 ની થીમ ‘યોગ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે’ છે. રીજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં યોગ શિક્ષક મિસ. આવૃતિ સોજિત્રા દ્વારા શરૂઆત સૌ પ્રથમ સૌમ્ય યોગ કરાવવામાં આવ્યો, જે એક નરમ, ધીમી ગતિનુ સ્વરૂપ છે જે સ્નાયુઓના સરળ હલનચલન, શ્વાસ નિયંત્રણ, આરામ પર ધ્યાન કેન્દ્રિત કરાવતો યોગ છે. બીજો યોગ ‘યોગ નમસ્કારમ’ની સાધના કરાવવામાં આવી, જે સરળ અને શક્તિશાળી પદ્ધતિ છે, જે કરોડરજ્જુ સાથેના સ્નાયુઓને મજબુત બનાવે છે. આ યોગથી શરીરના સમગ્ર તંત્રને ઘણા ફાયદાઓ થાય છે. ત્રીજો યોગ કરાવવામાં આવેલ જે ‘નાડીશુધ્ધીયોગ’ તરીકે ઓળખાય છે અને જે શરીરમાં આવેલ નાડીઓને સાફ કરે છે તથા તેના દ્વારા આંતરિક ઉર્જાઓ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ચોથો યોગ ધ્યાન- ‘મિરેકલ ઓફ માઇન્ડ’ યોગ કરાવવામાં આવ્યો. આ યોગ સાધનાથી એકાગ્રતામાં વધારો, યાદશક્તિ ,અને કાર્યક્ષમતા, સ્વસ્થ શરીર, મન લાગણીઓ, તળાવ, ચિંતામાં ઘટાડો, આનંદ, શાંતિ, અને ભાવનાત્મક સંતુલનને જાળવી રાખે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા પાછળનો હેતુ એ છે કે યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની એક અમૂલ્ય ભેટ છે. યોગ શબ્દ “યુજ” ધાતુ પરથી ઉતરી આવ્યો છે, યુજ એટલે જોડાવું, વ્યક્તિ પોતાના આત્મા ની શોધ યોગની જીવનદૃષ્ટિ દ્વારા કરી શકે છે. આ યોગથી માણસના શરીર, પ્રાણ, મન, બુદ્ધિ અને આત્માનો પૂર્ણ વિકાસ થાય છે. સેન્ટર ખાતે યોજાયેલ યોગ કાર્યક્રમમાં વી. જે મોદી શાળાના 100 વિધ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધેલ હતો.

આ ઉપરાંત, રીજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ અને અધરવેણુ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ ના સહયોગથી ‘વિશ્વ સંગીત દિવસ’ ની પણ ઉજવણી કરવામાં આવી, આ ઉજવણીમાં વિવિધ સંગીત એકેડેમી, શાળાઓ, ઓરકેસ્ટ્રા, તેમજ સામાન્ય જનતાએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમની શરૂઆતમાં જે અધરવેણુ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના વાંસળીવાદકો, ગિટારવાદકો, અને કીબોર્ડ વાદકો, એ ગ્રુપ પરફોર્મસ આપી સુમધુર સૂરથી સંગીત સંધ્યાની શરૂઆત કરી હતી, ત્યારબાદ વેસ્ટવૂડ સ્કૂલના 30 જેટલા વિધાર્થીઓએ ગયાં અને વાદન સાથે પરફોર્મસ આપી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ‘વિશ્વ સંગીત દિવસ’ આ કાર્યક્રમમાં ઓપન ફોર ઓલમાં બે વિવિધ કેટેગરીઓ જેવી કે સિંગિંગ વિથ કરાઓકે, મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ, માં લોકો પાસેથી ઓનલાઈન એન્ટ્રી મંગાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 77 જેટલા કલાકારોએ ભાગ લીધો હતો અને સોલો, ડ્યુએટ અને ગ્રુપમાં ગાયન અને વાદન કલાઓ પ્રસ્તુત કરી હતી. આ કાર્યક્રમમાં 7 ગ્રુપ દ્વારા વિવિધ સંગીત વાધ્યો જેવા કે ફલૂટ, તબલા, ગિટાર, કીબોર્ડ વગાડી કલા બતાવી, 18 જેટલા ભાગ લેનાર કલાકાર વૃંદમાં રાજકોટની વેસ્ટવુડ સ્કુલની ઓરકેસ્ટ્રા તથા આપવામાં આવ્યું, સંગીત પ્રેમીઓએ કારાઓકે સાથે ગાયનો પ્રસ્તુત કર્યા. વેસ્ટવૂડ સ્કૂલના બાળ કલાકારોએ ગાયન, વાદન અને સાથો સાથ યોગાસનો રજૂ કર્યા હતા. આ ઉપરાંત એચ. જી. ગિટાર એકેડમીના વિધ્યાર્થીઓ અને અધરવેણુ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટના કલાકારોએ વિવિધ વાજિંત્રવાદન રજૂ કરેલ હતું.

આ કાર્યક્રમમાં 77 જેટલા કલાકારોએ ભાગ લઈ વિશ્વ સંગીત દિવસની ઉજવણીમાં હોંશભેર ભાગ લીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande