ગીર સોમનાથ, 22 જૂન (હિ.સ.) કોડિનારના સ્વામી વિવેકાનંદ પાર્ક ખાતે ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજાની ઉપસ્થિતિમાં ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
તજજ્ઞો દ્વારા ઉપસ્થિત સર્વેને અલગ અલગ યોગના માધ્યમથી આસનો કરાવવામાં આવ્યાં હતાં. આ તકે યોગ દ્વારા શારીરિક અને માનસિક તંદુરસ્તી કેવી રીતે કેળવી શકાય છે? તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
'એક પૃથ્વી-એક સ્વાસ્થ્ય માટે યોગ' તેમજ સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત થીમ અંતર્ગત યોગ દિવસની ઉજવણીમાં નગરપાલિકા ઉપ પ્રમુખ શિવાભાઈ સોલંકી, ચીફ ઓફિસર વિનોદ રાઠોડ, યોગ શિબિરના માસ્ટર ટ્રેનરો, દરેક વોર્ડના સદસ્ય, નગરપાલિકા સ્ટાફ તેમજ શાળાના વિદ્યાર્થીઓ, અલગ અલગ વિભાગના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ