ગીર સોમનાથ, 22 જૂન (હિ.સ.) પ્રશ્નાવડા કુમાર શાળા માં 21 મી જૂન ' વિશ્વ યોગ દિવસની ' શાનદાર ઉજવણી કરવામાં આવી.
સુત્રાપાડા તાલુકાની શ્રી પ્રશ્નાવડા કુમાર શાળામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.શાળાના આચાર્ય જીતેન્દ્ર ગોહિલ દ્વારા બાળકોને યોગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.જુદા જુદા પ્રાણાયામ, આસનો, કસરતના દાવ કરાવી યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ