પાટણ, 22 જૂન (હિ.સ.)પાટણ જિલ્લાના સમી ખાતે આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની અધ્યક્ષતા મામલતદાર અનિલભાઈ પરમારે કરી હતી. યોગ દિવસના કાર્યક્રમમાં ગ્રામજનો, આરોગ્ય સ્ટાફ, પોલીસ સ્ટાફ, આંગણવાડી સ્ટાફ અને સમી ગામના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રાથમિક શિક્ષણાધિકારી પરમાભાઈ નાડોદા, તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ દવે, સિંચાઈ સમિતિના ચેરમેન બાબુજી ઠાકોર, હોમગાર્ડ કમાન્ડન્ટ સંજયભાઈ ઠાકોર, નાયબ મામલતદાર પુરાણી, તાલુકા ભાજપ મહામંત્રી મહેશભાઈ વ્યાસ અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિલીપજી ઠાકોરનો સમાવેશ થાય છે.
પી.આર. પરમાર હાઈસ્કૂલના આચાર્ય ભાવસંગજી ઠાકોર, અશ્વિનભાઈ કડિયા, શૈલેન્દ્રસિંહ સોઢા અને બાલસંગજી ઠાકોર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં માસ્ટર ટ્રેનર જાગૃતિબેન પ્રજાપતિએ યોગના ફાયદા અને મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી તથા યોગાભ્યાસ કરાવ્યો. કાર્યક્રમના અંતે સોમાભાઈ પરમારએ યોગ દિવસની શુભેચ્છાઓ આપી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર