કડી-વિસાવદર પેટાચૂંટણી: વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની જીત, કડીમાં ભાજપનો ભગવો લહેરાયો
ગાંધીનગર, 23 જૂન (હિ.સ.) : ગુજરાતની બે મહત્વપૂર્ણ વિધાનસભા બેઠકો – વિસાવદર (જુનાગઢ જિલ્લો) અને કડી (મહેસાણા જિલ્લો) – માટે થયેલી ઉપચુંટણીઓના પરિણામો જાહેર થઈ ગયા છે. એક તરફ આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્રની વિસાવદર બેઠક પર પહેલી વખત જીત મેળવી છે, તો બીજી
गुजरात उपचुनाव


ગાંધીનગર, 23 જૂન (હિ.સ.) : ગુજરાતની બે મહત્વપૂર્ણ વિધાનસભા બેઠકો – વિસાવદર (જુનાગઢ જિલ્લો) અને કડી (મહેસાણા જિલ્લો) – માટે થયેલી ઉપચુંટણીઓના પરિણામો જાહેર થઈ ગયા છે. એક તરફ આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્રની વિસાવદર બેઠક પર પહેલી વખત જીત મેળવી છે, તો બીજી તરફ ભાજપે કડી બેઠક પર પોતાની મજબૂત પકડ યથાવત રાખી છે.

કડીમાં 57.90 ટકા અને વિસાવદરમાં 56.89 ટકા મતદાન થયું હતું. મહેસાણામાં GTU-ITR, મેવડ ખાતે કડી વિધાનસભા પેટા ચૂંટણી અને જૂનગાઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી થઈ છે.

કડી વિધાનસભા બેઠકની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે, જેમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો ભવ્ય વિજય થયો છે. તેમણે રેકોર્ડ બ્રેક 39452 મતોની લીડ સાથે જીત મેળવી છે. ભાજપને કુલ 99742 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના રમેશ ચાવડાને 60290 મત મળ્યા. આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને 3,090 મત મળ્યા હતા, અને 1701 મત NOTAને મળ્યા.

વિસાવદર ઉપચુંટણી પરિણામ: ગોપાલ ઇટાલિયાએ ઈતિહાસ રચ્યો

વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ વિજય મેળવ્યો છે. તેમણે ભાજપના કિરિટ પટેલને 17554 મતોના મોટા અંતરથી હરાવ્યા છે.

મતદાનના આંકડા:

ગોપાલ ઇટાલિયા (AAP) – 75942 મત

કિરિટ પટેલ (BJP) – 58388 મત

નિતિન રણપરિયા (કોંગ્રેસ) – 5501 મત

આ જીત આમ આદમી પાર્ટી માટે ગુજરાતમાં મજબૂત રાજકીય હાજરીનું સંકેત છે. ગોપાલ ઇટાલિયાએ આ જીતને ઈમાનદાર રાજકારણની વિજય તરીકે વર્ણવી છે.

ગોપાલ ઇટાલિયાનું નિવેદન: આ માત્ર એક બેઠકની નહીં, પરંતુ સમગ્ર ગુજરાતની વિચારધારાને બદલવાની શરૂઆત છે.

કડી ઉપચુંટણી પરિણામ: BJPની ક્લીન સ્વીપ

મહેસાણા જિલ્લાના કડી વિધાનસભા બેઠક પર ભાજપે ફરી એકવાર પોતાનું વચસ્વ સાબિત કર્યું છે. ભાજપના રાજેન્દ્ર ચાવડાએ કોંગ્રેસના રમેશ ચાવડાને મોટા મતોથી પરાજય આપ્યો છે.

રાજેન્દ્ર ચાવડા (BJP) – 997426 મત

રમેશ ચાવડા (કોંગ્રેસ) – 39452 મત

જગદીશ ચાવડા (AAP) – ત્રીજા સ્થાને

આ બેઠક પર ભાજપની જીતે સાબિત કર્યું છે કે પાર્ટીનો પાયો હજી પણ ઉત્તર ગુજરાતમાં મજબૂત છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande