પાટણમાં ધોરણ 10 અને 12ની પૂરક બોર્ડ પરીક્ષાનો પ્રારંભ
પાટણ, 23 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લામાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પૂરક પરીક્ષા શરૂ થઈ છે. 23 જૂનથી 3 જુલાઈ સુધી ચાલનારી આ પરીક્ષા માટે જિલ્લામાં કુલ 15 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જ્યાં 263 બ્લોકમાં કુલ 5632 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છ
પાટણમાં ધોરણ 10 અને 12ની પૂરક બોર્ડ પરીક્ષાનો પ્રારંભ


પાટણ, 23 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લામાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પૂરક પરીક્ષા શરૂ થઈ છે. 23 જૂનથી 3 જુલાઈ સુધી ચાલનારી આ પરીક્ષા માટે જિલ્લામાં કુલ 15 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જ્યાં 263 બ્લોકમાં કુલ 5632 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા દરમિયાન સમગ્ર જિલ્લામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ધોરણ 10ના 2875 વિદ્યાર્થીઓ માટે 10 કેન્દ્રોના 114 બ્લોકમાં પરીક્ષા યોજાઈ રહી છે. ધોરણ 12ના સામાન્ય પ્રવાહના 1815 વિદ્યાર્થીઓ 3 કેન્દ્રોના 72 બ્લોકમાં અને વિજ્ઞાન પ્રવાહના 942 વિદ્યાર્થીઓ 2 કેન્દ્રોના 50 બ્લોકમાં પરીક્ષા આપી રહ્યા છે. આજે સવારે ધોરણ 10ના વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયની પરીક્ષા આપી હતી અને ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બપોરે યોજાશે.

પરીક્ષા શરૂ થવાની અડધી કલાક પહેલા વિદ્યાર્થીઓની ચકાસણી બાદ તેમને પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાયો હતો. બૂટ-ચંપલ અને બેગ બહાર રાખવામાં આવ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓને પોતાનું નિયત કેન્દ્ર શોધવામાં મુશ્કેલી પડી હતી કારણ કે તેઓ ભૂલથી બીજા કેન્દ્ર પર પહોંચી ગયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande