
પૂર્વ ચંપારણ, નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.)
બિહારના પૂર્વ ચંપારણ જિલ્લા હેઠળના રક્સૌલમાં ભારત-નેપાળ ફ્રેન્ડશીપ બ્રિજ નજીક,
નેપાળ થઈને ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતી વખતે એક ઈરાકી નાગરિકને પકડી
લેવામાં આવ્યો છે.
ઉપરોક્ત કાર્યવાહી એસએસબી જવાનો અને હરૈયા
પોલીસ સ્ટેશન દ્વારા સરહદ પર નિયમિત ચેકિંગ દરમિયાન, કરવામાં આવી હતી. ધરપકડ
કરાયેલ ઈરાકી નાગરિકની ઓળખ બારા ફૌજી હામીદ અલ બયાતી તરીકે થઈ છે, જે ઈરાકના
બગદાદના અલ-દોરાનો રહેવાસી છે. પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું કે,’ તેના
ભારતીય વિઝા ઘણા સમય પહેલા સમાપ્ત થઈ ગયા હતા. તેમ છતાં, તે નેપાળ થઈને
ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો.’
હરૈયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ કિશન કુમાર પાસવાને જણાવ્યું
હતું કે,” આરોપી પાસેથી કોઈ માન્ય મુસાફરી દસ્તાવેજો મળ્યા નથી. હાલમાં, વરિષ્ઠ પોલીસ
અધિકારીઓ તેમજ સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી છે, જેઓ ભારતમાં તેના
પ્રવેશના હેતુની તપાસ કરશે.”
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ બાદ
રક્સૌલની ભારત-નેપાળ સરહદ પર, વિદેશી નાગરિકોની સતત ધરપકડ બાદ એસએસબી, સ્થાનિક પોલીસ
અને સુરક્ષા એજન્સીઓ સતર્ક છે અને સરહદ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
પોલીસના
જણાવ્યા અનુસાર, “જરૂરી પૂછપરછ બાદ, ઇરાકી નાગરિકને
ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવશે.”
હિન્દુસ્થાન સમાચાર / આનંદ કુમાર / ગોવિંદ ચૌધરી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ