૮૭ – વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨ ૮૭-વિસાવદર વિધાનસભા મતવિસ્તારની મતગણતરી...
...કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ ખાતે, તા.૨૩ જુનના સવારે ૮ વાગ્યા થી શરૂ થશે
૮૭ – વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨ ૮૭-વિસાવદર વિધાનસભા મતવિસ્તારની મતગણતરી...


જૂનાગઢ, 22 જૂન (હિ.સ.) ૮૭ - વિસાવદર વિધાનસભા મતવિસ્તારની મતગણતરી તારીખ ૨૩/૬/૨૦૨૫ના રોજ કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે થનાર છે.

૮૭ – વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે તા.૧૯ જુનના રોજ યોજાયેલ ૨૯૪ મતદાન મથકો એ થયેલા મતદાનની ગણતરી કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ, કૃષિ યુનિ. જૂનાગઢ ખાતે તા. ૨૩ જુનના રોજ સવારે ૮ વાગ્યા થી શરૂ થશે. જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના દિશા – નિર્દેશ હેઠળ મતગણતરીને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

તા. ૨૩ જુનના રોજ ઓબ્ઝર્વર, જિલ્લા ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી, ઉમેદવાર કે તેમના અધિકૃત પ્રતિનિધિઓનીહાજરીમાં મતગણતરી શરૂ કરવામાં આવશે. જેમાં સૈા પ્રથમ પોસ્ટલ બેલેટનો રાઉન્ડ થશે. ત્યાર પછી ૨૯૪ બુથ દીઠ ૧૪ ટેબલ પર ૨૧ રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. મતગણતરી માં માઈક્રો ઓબ્ઝર્વર, કાઉન્ટીંગ સુપરવાઈઝર, આસીસ્ટન્ટ સુપરવાઈઝર સહિતનો સ્ટાફ જોડાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande