પોરબંદર, 22 જૂન (હિ.સ.)પોરબંદર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા સારૂ તથા 05/2025 ની પોરબંદર જીલ્લા પોલીસની કામગીરીની સમીક્ષા તથા સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા દ્વારા પ્રશંસાપ્રત્ર એનાયત કરી બિરદાવામાં આવ્યા.
પોરબંદર જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને 05/2025 ના માસની ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા સારૂ તથા ટુંક સમયમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચુંટણી તથા અષાઢી બીજની રથયાત્રા તથા નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાના પ્રશ્ન સંદર્ભે તથા ટ્રાફીક નિયમન અંગે જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ શરીર સંબંધી તથા મિલ્કત સંબંધી ગુનાઓનું પ્રમાણ ઘટાડવા એકશન પ્લાન અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત 05/2025 ના માસમાં ગંભીર ગુનાના ભેદ ઉકેલી તથા ધાડપાડુ ગેંગને પકડી પાડવાની તથા ઘણા વર્ષ થી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાનીની સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓને પ્રોત્સાહન મળે અને ભવિષ્યમાં સારી કામગીરી કરતા રહે તે સારૂ પ્રોત્સાહન રૂપે પોલીસ કર્મચારીઓને પ્રશંસા પ્રત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા.
જેમાં એલ.સી.બી. માંથી હે.કોન્સ. સલીમભાઇ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા તથા કોન્સ. નટવરભાઈ ઓડેદરાને છેલ્લા 10 વર્ષથી નાસતા ફરતા આરોપીને હરિયાણાથી શોધી કાઢવા માટે તેમજ એલ.સી.બી. માંથી એ.એસ.આઈ. રાજેન્દ્ર જોષી, કોન્સ. વિરેન્દ્રસિંહ પરમારને પાંચ વર્ષથી લાલ શાહીથી નાસતા ફરતા આરોપી તથા ભોગ બનનારને શોધી પ્રસંસનીય કામગીરી કરવા માટે ઉપરાન્ત એલ.સી.બી. માંથી હે.કોન્સ.હિમાંશુ મક્કા, કોન્સ. નટવરભાઈ ઓડેદરાને છેલ્લા 7 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા બદલ તેમજ પેરલ ફર્લો સ્ક્વોડમાંથી હે.કોન્સ. પિયુષભાઇ સીસોદીયા અને વજસીભાઇ વરુને નાસતા ફરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડવા બદલ અને કુતિયાણા પોલીસ મથકના કોન્સ. અક્ષયકુમાર ઝાલા અને જસવંતસિંહ મોરીને કચ્છ-ભુજની ધાડપાડુ ગેંગ પ્રાણઘાતક હથિયાર સાથે ધાડ પાડે તે પહેલા જ ઝડપી કાયદો અને સુરક્ષાની જાણવણી કરવા બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya