પોરબંદર, 22 જૂન (હિ.સ.) : કમલાબાગ વિસ્તારમાં થોડા સમય પૂર્વે થયેલ લૂંટના બનાવમાં આરોપી પાસેથી રિકવર કરેલ 3,00,000 રૂપિયાના વેંઢાલા કોર્ટના હુકમને આધારે મૂળ માલિકને પરત કર્યા હતા.
થોડા દિવસ પૂર્વે પોરબંદર શહેરના મિલપરા વિસ્તારમાં એક વૃદ્ધ સાથે લૂંટનો બનાવ બન્યો હતો જેમાં વૃદ્ધાના કાનમાં પહેરેલ સોનાના વેંઢાલા ની લૂંટ થઈ હતી. કમલાબાગ પોલીસે ગણતરીની કલાકો માં લૂંટ કરનાર મહિલાને ઝડપી પાડી હતી અને તેની પાસે થી લૂંટ કરેલ વેંઢાલા રિકવર કર્યા હતા. કોર્ટના હુકમ બાદ કમલાબાગ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ ક્રાયકર્મ અંતર્ગત વૃદ્ધાને 3,00,000 રૂપિયાના વેંઢાલા પરત કર્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya