પોરબંદરના બોખીરા વિસ્તારમાં, દંપતીને લાગ્યો વિજશોક.
પોરબંદર, 23 જૂન (હિ.સ.)પોરબંદરના છાંયા વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં પાણી ભરવાનો પ્રશ્ન રહે છે અને લોકોને મૉટે પાયે નુકશાની સહન કરવી પડે છે છાંયા રણ વિસ્તારમાં રહેતા કલ્પેશ કોટીયા તથા તેમના પત્ની ચોમાસાની મોસમ શરુ થતા બોખીરા કે.કે.નગર વિસ્તારમાં ભાડે મક
પોરબંદરના બોખીરા વિસ્તારમાં દંપતીને લાગ્યો વિજશોક.


પોરબંદરના બોખીરા વિસ્તારમાં દંપતીને લાગ્યો વિજશોક.


પોરબંદર, 23 જૂન (હિ.સ.)પોરબંદરના છાંયા વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં પાણી ભરવાનો પ્રશ્ન રહે છે અને લોકોને મૉટે પાયે નુકશાની સહન કરવી પડે છે છાંયા રણ વિસ્તારમાં રહેતા કલ્પેશ કોટીયા તથા તેમના પત્ની ચોમાસાની મોસમ શરુ થતા બોખીરા કે.કે.નગર વિસ્તારમાં ભાડે મકાન રાખી રહેવા ગયા હતા. દર વર્ષે ચોમાસાની સીઝનમાં પાણી ભરાતું હોવાથી ઘરનું મકાન છોડી ભાડે રહેવા મજબૂર બની રહ્યાછે.

આ વિસ્તારમાં અનેક પરિવારો ચોમાસાની સીઝનમાં ભાડે મકાન રાખી અથવા સંબંધીઓના ઘરે રહેવા ચાલ્યા જાય છે. તે જ રીતે કલ્પેશ કોટીયા તથા તેમના પત્ની પણ કે.કે.નગર વિસ્તારમાં ભાડે મકાન રાખી રહેવા ચાલ્યા ગયા હતા. ઘરમાં મીટર ન હોવાથી હાલના તબ્બકે બાજુના મકાનમાંથી વાયરન જોડી તેમના મકાનમાં વ્યવસ્થા કરી હતી. પરંતુ કોઈ કારણસર વાયર બોર્ડમાંથી અલગ થઇ જતા નીચે આવ્યો હતો અને તેને ત્યારે કલ્પેશ કોટીયાને ખ્યાલ ન હતો કે આમાં વીજળીનો પ્રવાહ ચાલુ છે. અને વાયરને સાઈડમાં કરવા જતા જ તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો તે જોતા તેના પત્ની પણ તેને વીજ વાયરથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો. કલ્પેશભાઈને અડતા જ તેઓ પણ દૂર ફંગોળાઈ ગયા હતા. આ ઘટનામાં કલ્પેશભાઈના હાથમાં અને અન્ય જગ્યાએ પંચર પડી ગયું હતું. અને તેમને સારવાર અર્થે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande