કેશોદમાં ધોરણ 6 થી 10 ના છાત્રો એ, સ્વિમિંગ પૂલમાં યોગા અભ્યાસ કર્યો
જૂનાગઢ 23 જૂન (હિ.સ.) કેશોદ પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 11માં આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થી બાળકોએ પાણીમાં યોગા કર્યા હતા. ત્યારે સ્કૂલના તમામ બાળકો હાજર રહેતા યોગા પ્રશિક્ષ
કેશોદમાં ધોરણ 6 થી 10 ના છાત્રો એ, સ્વિમિંગ પૂલમાં યોગા અભ્યાસ કર્યો


જૂનાગઢ 23 જૂન (હિ.સ.) કેશોદ પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 11માં આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થી બાળકોએ પાણીમાં યોગા કર્યા હતા. ત્યારે સ્કૂલના તમામ બાળકો હાજર રહેતા યોગા પ્રશિક્ષક દ્વારા બાળકોને યોગા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ સમક્ષ પ્રસ્તાવિકારતા ભારતીય યોગા ની લોકપ્રિયતા નું વિશ્વમાં વ્યાપ વધે, વિશ્વભરના લોકો ભારતની યોગ સાધના સંસ્કૃતિનો પરિચિત કેળવે, તે માટે વિશ્વ યોગ દિવસની ઉજવણીનું મહત્વ સમજાવ્યુ હતું. આ વિશે યોગા દિવસની ઉજવણીમાં પ્રસંગે બાળકો એ તાડાશન વૃક્ષાસન ત્રિકોણાસન ભદ્રાસન જેવા યોગ કાર્યો કર્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande