શક્તિસિંહ ગોહિલનું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું: ધારાસભ્ય શૈલેષ પરમાર કામચલાઉ પ્રમુખ બન્યા
ગાંધીનગર, 23 જૂન (હિ.સ.) : કડી અને વિસાવદરની પેટાચૂંટણીનાં પરિણામો જાહેર થયાંના 4 કલાકમાં જ શક્તિસિંહે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું છે. શક્તિસિંહ ગોહિલના સ્થાને હવે શૈલેષ પરમાર જવાબદારી નિભાવશે. જ્યાં સુધી નવા પ્રમુખના નામની જાહે
शक्तिसिंह गोहिल


ગાંધીનગર, 23 જૂન (હિ.સ.) : કડી અને વિસાવદરની પેટાચૂંટણીનાં પરિણામો જાહેર થયાંના 4 કલાકમાં જ શક્તિસિંહે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું છે. શક્તિસિંહ ગોહિલના સ્થાને હવે શૈલેષ પરમાર જવાબદારી નિભાવશે. જ્યાં સુધી નવા પ્રમુખના નામની જાહેરાત ના થાય ત્યાં સુધી દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર જવાબદારી સંભાળશે.

શક્તિસિંહ ગોહિલ 1986માં ભાવનગર જિલ્લા યુવા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ હતા અને 1989માં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ પણ રહી ચૂક્યા છે. આ પછી તેઓસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી ભાવનગર જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ બન્યા. 1990માં તેઓ એઆઇસીસીના સદસ્ય બન્યા અને અહીંથી જ તેમની રાજકીય કારર્કિર્દીની શરૂઆત થઈ હતી.

ગુજરાતમાંથી કોંગ્રેસ સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કર્યા બાદ 31 મે સુધીમાં ગુજરાતના સંગઠનની રચના કરવાની જાહેરાત કરી હતી, જોકે અંતે કોંગ્રેસે 20 દિવસ મોડી એટલે કે 21 જૂન, 2025ના રોજ શહેર અને જિલ્લા-પ્રમુખોની વરણી કરી હતી, જેમાં 10 પૂર્વ ધારાસભ્ય અને 1 પૂર્વ સાંસદને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.

આ પહેલા 2022ની વિધાનસભા ચૂંટણીમાં પરાજય થયા બાદ જગદીશ ઠાકોરે પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ 2023ના જૂનમાં શક્તિસિંહ નવા પ્રદેશ પ્રમુખ બન્યા હતા. આ પહેલાં 2021ના ફેબ્રુઆરી-માર્ચમાં યોજાયેલી મહાનગર પાલિકાઓ તથા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પરાજય થતા અમિત ચાવડાએ પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, અમિત ચાવડા 2018માં પ્રદેશ પ્રમુખ બન્યા હતા.

શક્તિસિંહ ગોહિલ વિશે:

શક્તિસિંહ ગોહિલનો જન્મ 4 એપ્રિલ 1960ના રોજ ભાવનગરના ઉમરાળા તાલુકાના લીમડા ગામમાં થયો છે. તેઓ લીમડા સ્ટેટ(હનુભાના)ના છઠ્ઠા રાજા હરિશ્ચંદ્ર રણજિતસિંહ ગોહિલના દીકરા છે તેમજ હાલ શક્તિસિંહ પોતે જ લીમડાના દરબાર સાહેબ છે. આમ, તેઓ એક રોયલ પરિવારમાંથી આવે છે. તેમના દાદા રણજિતસિંહજી 1967માં ગઢડા સીટ પરથી સ્વતંત્ર પક્ષમાંથી ધારાસભ્ય બન્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande