પોરબંદર, 23 જૂન (હિ.સ.)પોરબંદર સહિત રાજયભરમા ભારે વરસાદની આગાહી કરવામા આવી હતી પોરબંદર જીલ્લાની વાત કરીએ તો રવિવારે મેઘરાજાએ મોજ કરાવી દીધી હતી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બે થી ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી પોરબંદર શહેરની વાત કરીએ તો સવારથી લઇ સાંજ સુધીમા ધીમીધારે વરસતા 40 મીમી વરસાદ નોંધાયો હતો જયારે રાણાવાવ તાલુકામાં 57 મીમી જયારે કુતિયાણા તાલુકામાં 93 મીમી વરસાદ નોંધાયો હતો પોરબંદર જીલ્લામાં સતત પડી રહેલા વરસાદને પગલે ખેડુતોમા ખુશી જોવા મળી રહી છે આજે સોમવારે પણ પોરબંદર શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટું પડયુ હતુ .
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya