જૂનાગઢ, 23 જૂન (હિ.સ.) જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા એ, આજે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરીની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારીએ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના ખાતેના મત ગણતરી કેન્દ્રની મુલાકાત કરી, મત ગણતરી માટેની જરૂરી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી, મત ગણતરીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.
કલેક્ટરએ અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે, જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ, આરોગ્ય ટીમ, વાહન પાર્કિંગ, સાફ સફાઈ સહિત મુદ્દે જરૂરી સૂચનાઓ આપી હતી. તદઉપરાંત વરસાદની સ્થિતિને ધ્યાને રાખી જરૂરી પૂર્વ તૈયારીઓ સંદર્ભે માર્ગદર્શન કર્યું હતું.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર સુ કે. બી. પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.જે. જાડેજા, પ્રાંત અને ચૂંટણી અધિકારી સી.પી. હિરવાણીયા, ડીવાયએસપી હિતેશ ધાંધલીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ