વેલકમ મોન્સુન’: સુરત સિટીમાં 9 ઈંચ થી વધુ વરસાદ સાથે ચોમાસાની ધમાકેદાર શરૂઆત
સુરત, 23 જૂન (હિ.સ.)-દક્ષિણ ગુજરાત સહિત સુરત શહેર-જિલ્લામાં રાતથી પડી રહેલા ભારે વરસાદ સાથે ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. સમગ્ર સુરત જિલ્લામાં સવારે 6 થી સાંજના 4 વાગ્યા સુધીમાં સરેરાશ 4 થી 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.જેમાં સૌથી વધારે સુરત શહેરમ
Surat


સુરત, 23 જૂન (હિ.સ.)-દક્ષિણ ગુજરાત સહિત સુરત

શહેર-જિલ્લામાં રાતથી પડી રહેલા ભારે વરસાદ સાથે ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે.

સમગ્ર સુરત જિલ્લામાં સવારે 6 થી સાંજના 4 વાગ્યા સુધીમાં સરેરાશ 4 થી 5 ઇંચ જેટલો

વરસાદ નોંધાયો છે.જેમાં સૌથી વધારે સુરત શહેરમાં 239 મિમી અને સૌથી ઓછો મહુવામાં 43 મિમી વરસાદ નોંધાયો હોવાનું સુરત જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ દ્વારા જણાવાયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લાના અન્ય

તાલુકાઓની વાત કરીએ તો, કામરેજમાં 181 મિમી, પલસાણામાં 154 મિમી, બારડોલીમાં 119 મિમી, ઓલપાડમાં 107 મિમી, ચોર્યાસીમાં 90 મિમી, માંગરોળ અને માંડવીમાં 76 મિમી વરસાદ નોંધાયો

હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande