સુરત, 24 જૂન (હિ.સ.)-સુરત
શહેર-જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પડી રહેલા અનરાધાર વરસાદના કારણે જનજીવન
અસ્તવ્યસ્ત બન્યું છે. હાલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની
ચાલી રહેલી પુરક પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં એક
કોલ મળ્યો હતો કે, કઠોદરા
ગામની એસ.આર.પી રેસીડેન્સી ખાતે રહેતા ધોરણ 12ના વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષા
આપવા માટે કતારગામ વિસ્તારના પરીક્ષા કેન્દ્રમાં જવાનું હોવાથી ભારે વરસાદને કારણે
આજુબાજુમાંના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોવાથી વિદ્યાર્થીએ પોલીસ મદદ માંગી હતી.
જેથી લસકાણા પોલીસ સ્ટેશનની પી.સી.આર. વાન તાત્કાલિક વિદ્યાર્થીના ઘરે પહોચીને
વિદ્યાર્થીને સમયસર કતારગામ ખાતે બોર્ડના પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી પ્રશંસનીય
કામગીરી કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે