ભૂસ્ખલનને કારણે માતા વૈષ્ણો દેવી મંદિર જવાનો હિમકોટી રસ્તો બંધ, ધુમ્મસને કારણે હેલિકોપ્ટર સેવા સ્થગિત
જમ્મુ, નવી દિલ્હી, 24 જૂન (હિ.સ.). જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના કટરા શહેરની ત્રિકુટા પહાડીઓમાં સ્થિત, માતા વૈષ્ણો દેવી મંદિર જવાનો ભૂસ્ખલનથી પ્રભાવિત હિમકોટી રસ્તો યાત્રાળુઓ માટે બંધ કરવામાં આવ્યો છે. આ સાથે, ધુમ્મસને કારણે હેલિકોપ્ટર સેવા સ્થ
ભૂસ્ખલનથી પ્રભાવિત હિમકોટી રસ્તો


જમ્મુ, નવી દિલ્હી, 24 જૂન (હિ.સ.). જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના કટરા શહેરની ત્રિકુટા પહાડીઓમાં સ્થિત, માતા વૈષ્ણો દેવી મંદિર જવાનો ભૂસ્ખલનથી પ્રભાવિત હિમકોટી રસ્તો યાત્રાળુઓ માટે બંધ કરવામાં આવ્યો છે. આ સાથે, ધુમ્મસને કારણે હેલિકોપ્ટર સેવા સ્થગિત કરવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, હિમકોટી નજીક ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને કાદવ ધસી પડવાના કારણે સોમવારે નવો ટ્રેક બંધ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, કામદારો અને મશીનરી કાટમાળ દૂર કરવાના કામમાં રોકાયેલા છે. તેમણે કહ્યું હતું કે, નવા ટ્રેક પર મુસાફરી કરવાની મંજૂરી નથી. તેમણે કહ્યું હતું કે, નવા રૂટ પર ચાલતી બેટરી કાર સેવાને પણ અસર થઈ છે.

અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, યાત્રા જૂના પરંપરાગત રૂટ દ્વારા સરળતાથી ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે, ગાઢ ધુમ્મસને કારણે કટરાથી સાંઝી છત સુધીની હેલિકોપ્ટર સેવા પણ સતત છઠ્ઠા દિવસે સ્થગિત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, હવામાન સુધર્યા પછી સેવા ફરી શરૂ થશે.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande