જિલ્લાની 63 ગ્રામ પંચાયત ચૂંટણીની મત ગણતરીનો પ્રારંભ,
જિલ્લામાં દરેક તાલુકા મથક પર મત ગણતરી કેન્દ્ર માસવારે 9 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો
જિલ્લાની 63 ગ્રામ પંચાયત ચૂંટણીની મત ગણતરીનો પ્રારંભ,


ગીર સોમનાથ 25 જૂન (હિ.સ.) જિલ્લાની 63 ગ્રામ પંચાયત ચૂંટણીની મત ગણતરીનો પ્રારંભ થયો. જિલ્લામાં દરેક તાલુકા મથક પર મત ગણતરી કેન્દ્ર માસવારે 9 વાગ્યા થી શાંતિપૂર્ણ માહોલ માં પ્રારંભ થયો હતો.

દરેક મત ગણતરી કેન્દ્ર પર ગ્રામ્ય વિસ્તારના લોકોનો જમાવડો જોવા મળ્યો હતો. કાયદો, વ્યવસ્થાની સ્થિતિ અંગે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત તૈનાત હતો.

*વેરાવળ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે 8 ગ્રામ પંચાયતોની મતગણતરી

*તાલાલા મામલતદાર કચેરી ખાતે 10 પંચાયતોની મતગણતરી.

*સુત્રાપાડા શિવસાગર પ્રાથમિક શાળામાં 6 પંચાયતોની મતગણતરી

*કોડીનાર કન્યા પ્રાથમિક શાળા ખાતે 24 પંચાયતોની મતગણતરી

*ઉના શાહ એચ.ડી. હાઈસ્કુલમાં 6 પંચાયતોની

*ગીરગઢડા મામલતદાર કચેરી ખાતે 9 પંચાયતોની મતગણતરીનો પ્રારંભ..

મતગણતરી માટે કુલ 197 મતગણતરી સ્ટાફ, 73 પોલીસ કર્મચારીઓ અને 64 વર્ગ-4ના કર્મચારીઓની નિમણૂક..

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande