પોરબંદર પોલીસ દ્વારા નવા કાયદા અંગે ઓડિયો/વિડિઓ સ્પર્ધા યોજાઈ
પોરબંદર, 25 જૂન (હિ.સ.) : ભારત સરકાર દ્વારા બ્રિટિશ સંસ્થાનવાદી કાયદો કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીઝર 1973માં સુધારો કરીને ત્રણ નવા ફોજદારી કાયદા ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષય અધિનિય અમલમાં લાવતા આ નવા કાયદા બાબતે લોક જ
પોરબંદર પોલીસ દ્વારા  નવા કાયદા અંગે ઓડિયો/વિડિઓ સ્પર્ધા યોજાઈ.


પોરબંદર પોલીસ દ્વારા  નવા કાયદા અંગે ઓડિયો/વિડિઓ સ્પર્ધા યોજાઈ.


પોરબંદર પોલીસ દ્વારા  નવા કાયદા અંગે ઓડિયો/વિડિઓ સ્પર્ધા યોજાઈ.


પોરબંદર, 25 જૂન (હિ.સ.) : ભારત સરકાર દ્વારા બ્રિટિશ સંસ્થાનવાદી કાયદો કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીઝર 1973માં સુધારો કરીને ત્રણ નવા ફોજદારી કાયદા ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષય અધિનિય અમલમાં લાવતા આ નવા કાયદા બાબતે લોક જાગૃતી લાવવા પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા ઓડિયો/વિડિઓ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓડિયો /વીડિયો સ્પર્ધામાં બિરલા સાગર સ્કૂલમાં અભ્યાસ કરતા દર્શિલ લાખણશીભાઈ ગોરાણીયા વિજેતા જાહેર થતાં પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ એસપી કચેરી પોરબંદર ખાતે પ્રશંસાપત્ર તથા પુરસ્કાર સ્વરૂપે ચેક દ્વારા સન્માન કરીને દર્શિલની મૌલિકતા અને અભિવ્યક્તિને બિરદાવી હતી.

બ્રિટિશ સાશન વખતના જુના કાયદાઓમાં સુધારા કરીને વર્ષ 2023માં અમલી કરાયેલા નવા કાયદો લોકોની સુરક્ષા માટે બનાવાયો હોવાથી લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં દર્શિલ ગોરાણીયાએ પોતાના ઓડિયો-વિડિઓ મેસેજમાં ખૂબ સરળતાથી બદલાતા ભારતની સાથે બદલાતી ન્યાય વ્યવસ્થાની માહિતી આપી તે બદલ જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ અભિનંદન આપ્યા હતા. આમ, ભારતીય ન્યાય વ્યવસ્થામાં થયેલ એક નવા યુગની શરૂઆતને ઓડીયો-વિડિયો મેસેજમાં સરળતાથી વ્યક્ત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande