પોરબંદરમાં સૂટકેશ ભરેલ દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
પોરબંદર, 25 જૂન (હિ.સ.) : શહેરમાં થતી વિદેશી દારૂની હેરા ફેરી રોકવા પોરબંદર પોલીસ સતત સતર્ક રહે છે. જેમાં ઉદ્યોગનગર પોલીસને મળેલી બાતમીને આધારે ત્રણ માઈલ વિસ્તાર પાસે એક શખ્સને અટકાવી સુટકેસ ચેક કરતા વિદેશી દારૂની 21 બોટલ મળી આવી હતી. જેને આધારે ઉદ્ય
પોરબંદરમાં સૂટકેશ ભરેલ દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો


પોરબંદર, 25 જૂન (હિ.સ.) : શહેરમાં થતી વિદેશી દારૂની હેરા ફેરી રોકવા પોરબંદર પોલીસ સતત સતર્ક રહે છે. જેમાં ઉદ્યોગનગર પોલીસને મળેલી બાતમીને આધારે ત્રણ માઈલ વિસ્તાર પાસે એક શખ્સને અટકાવી સુટકેસ ચેક કરતા વિદેશી દારૂની 21 બોટલ મળી આવી હતી. જેને આધારે ઉદ્યોગનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોરબંદર ઉદ્યોગનગર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન બાતમી મળી હતી કે એક શખ્સ ત્રણ માઈલ વિસ્તારમાં સૂટકેસમાં વિદેશી દારૂ લઈ ઉભો છે જે આધારે પોલીસે સ્થળે પહોંચી નામ પૂછતાં તેણે પોતાનું નામ સંજય ઉર્ફે સાહેબ લખમણભાઈ ગોઢાણીયા જણાવ્યું હતું. પોલીસે તેની પાસેની સૂટકેસ ખોલીને જોતા તેમાંથી વિદેશી દારૂની 21 બોટલ મળી આવી હતી. જેથી પોલીસે સંજય વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસ મથકમાં પ્રોહીબીશનની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande