'સંવિધાન હત્યા દિવસ' પર કટોકટી સામેની લડાઈમાં સામેલ, તમામ યોદ્ધાઓને પ્રધાનમંત્રી મોદી એ સલામ કર્યા....
નવી દિલ્હી, 25 જૂન (હિ.સ.) 1975માં દેશમાં લાદવામાં આવેલી કટોકટી સામેની લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આજે ​​''સંવિધાન હત્યા દિવસ'' પર આ કાળા સમયગાળા સામેની લડાઈમાં સામેલ દરેક યોદ્ધાને સલા
નમો


નવી દિલ્હી, 25 જૂન (હિ.સ.) 1975માં દેશમાં લાદવામાં આવેલી કટોકટી સામેની લડાઈમાં

મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આજે ​​'સંવિધાન હત્યા

દિવસ' પર આ કાળા

સમયગાળા સામેની લડાઈમાં સામેલ દરેક યોદ્ધાને સલામ કરી. તેમણે તેમના સત્તાવાર એક્સહેન્ડલ પર લખ્યું, અમે આપણા

બંધારણમાં સમાવિષ્ટ સિદ્ધાંતોને મજબૂત કરવા અને વિકસિત ભારતના આપણા સ્વપ્નને સાકાર

કરવા માટે સાથે મળીને કામ કરવાની અમારી પ્રતિબદ્ધતાને પણ પુનરાવર્તિત કરીએ છીએ.

ચાલો આપણે પ્રગતિની નવી ઊંચાઈઓને સ્પર્શ કરીએ અને ગરીબો અને વંચિતોના સપનાઓને

પૂર્ણ કરીએ.

પ્રધાનમંત્રી મોદીએ 'સંવિધાન હત્યા દિવસ' અંગે એક્સપર ઘણી પોસ્ટ્સ કરી છે. બીજી એક પોસ્ટમાં તેમણે લખ્યું, કટોકટી સામેની

લડાઈમાં અડગ રહેલા દરેકને અમે સલામ કરીએ છીએ! આ બધા ભારતના, દરેક ક્ષેત્રના, વિવિધ

વિચારધારાના લોકો હતા. જેમણે એક જ હેતુ સાથે, એકબીજા સાથે મળીને કામ કર્યું.

ભારતના લોકશાહી માળખાનું રક્ષણ કરવા અને આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ જે આદર્શો માટે

પોતાનું જીવન સમર્પિત કર્યું હતું, તેને જાળવી રાખવા માટે. તેમના સામૂહિક સંઘર્ષે

જ તત્કાલીન કોંગ્રેસ સરકારને લોકશાહી પુનઃસ્થાપિત કરવી પડી અને નવી ચૂંટણીઓ યોજવી

પડી, જેમાં તેમનો ખરાબ

રીતે પરાજય થયો.''

તેમણે લખ્યું, ''આજે કટોકટી લાદવાની 5૦મી વર્ષગાંઠ છે, જે ભારતના

લોકશાહી ઇતિહાસના સૌથી કાળા પ્રકરણોમાંનો એક છે. ભારતના લોકો આ દિવસને સંવિધાન

હત્યા દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે, ભારતીય બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યોને બાજુ પર રાખવામાં આવ્યા

હતા, મૂળભૂત અધિકારો

સ્થગિત કરવામાં આવ્યા હતા,

પ્રેસની

સ્વતંત્રતા નાબૂદ કરવામાં આવી હતી અને ઘણા રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકરો, વિદ્યાર્થીઓ અને

સામાન્ય નાગરિકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. એવું લાગતું હતું કે, તે સમયે

સત્તામાં રહેલી કોંગ્રેસ સરકારે લોકશાહીને બંધક બનાવી રાખી હતી!''

ક્રૂર સમયગાળાને યાદ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું, ''જ્યારે કટોકટી લાદવામાં આવી ત્યારે ....

હું આરએસએસનો એક યુવા પ્રચારક હતો. કટોકટી વિરોધી આંદોલન મારા માટે શીખવાનો

અનુભવ હતો. તેણે આપણા લોકશાહી માળખાના રક્ષણના મહત્વને, ફરીથી સમર્થન આપ્યું.

ઉપરાંત, મને રાજકીય

ક્ષેત્રના લોકો પાસેથી ઘણું શીખવા મળ્યું. મને ખુશી છે કે, બ્લુ ક્રાફ્ટ ડિજિટલ

ફાઉન્ડેશને તેમાંથી કેટલાક અનુભવોને પુસ્તકના રૂપમાં સંકલિત કર્યા છે, જેની પ્રસ્તાવના

એચડી દેવેગૌડાજી દ્વારા લખવામાં આવી છે, જે પોતે કટોકટી વિરોધી ચળવળના અનુભવી હતા.

ઉલ્લેખનીય છે કે, બ્લુ ક્રાફ્ટ ડિજિટલ ફાઉન્ડેશનના આ

પુસ્તકનું નામ 'ધ ઇમર્જન્સી

ડાયરીઝ - યર્સ ધેટ ફોર્જ્ડ અ લીડર' છે. ફાઉન્ડેશન અનુસાર, આ પુસ્તક આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ

દ્વારા વિમોચન કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande